મનોરંજન

સમુદ્રમાં બોટ પર 10 વર્ષ નાના પતિને કિસ કરતી જોવા મળી પ્રિયંકા, બાજુમાં ઉભેલા મિત્રે અચાનક…

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને ઇન્ટરનેશનલ સિંગર નિક જોનાસ બૉલીવુડ અને હોલીવુડમાં પસંદગીનું કપલ છે. બંનેનું સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. જયારે પ્રિયંકા અને નિક બહાર નીકળે છે ત્યારે બધાની નજર તેના પર જ હોય છે. ફેન્સ નિક અને પ્રિયંકાની તસ્વીર અને વીડિયોને પણ બહુ જ પસંદ કરે છે. તો લોકડાઉનના 7 મહિના બાદ પ્રિયંકા અને નિકની થોડી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાલમાં જ નિક તેના ફ્રેન્ડ ગ્લેન પોવેલને બર્થડે વિશ કર્યું હતું. આ માટે તેને એક પોસ્ટ પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

હાલમાં જ પ્રિયંકા-નીકની જે તસ્વીર વાયરલ થઇ રહી છે. તેમાં બંને બોટમાં જોવા મળે છે સાથે જ એકબીજાને લિપલોક કરતા નજરે ચડે છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસ્વીરમાં પ્રિયંકા તેના 10 વર્ષ નાના પતિને લિપલોક કરતી જોવા મળે છે. આ સાથે જ તેનો મિત્ર તેને કિસ કરતા જોઈને ખુદને નથી રોકી શકતો અને તે પાઉટ બનાવતો નજરે ચડે છે.

Image source

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિકની આ તસ્વીર 10 મહિના જૂની છે. હવે તે વાયરલ થઇ રહી છે કારણકે નિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસ્વીર શેર કરીને પોતાની અને પ્રિયંકા તરફથી એક્ટર અને મિત્ર ગ્લેન પોવેલને બર્થડે વિશ કર્યું હતું. આ બેસ્ટ વિશ માટે આ તસ્વીર પર પસંદગી ઉતારી હતી જે ઘણી રસપ્રદ હતી.

Image source

નિકે પ્રિયંકા સાથે સ્મૂચ કરતા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. તો તેનો મિત્ર પણ તેની નકલ ઉતારતો જોવા મળે છે. નિકે ગ્લેન પોવેલને વિશ કરતા લખ્યું હતું કે, હેપી બર્થડે ગ્લેન પોવેલ, અમે તમને પ્રેમ કરીએ છીએ ? આ તસ્વીર જૂની છે. જાન્યુઆરીમાં ગ્લેનએ આ આઉટિંગની તસ્વીર શેર કરી હતી. પ્રિયંકા અને નિક મિત્રો અને પરિવાર સાથે વેકેશનનો આનંદ માણતા હોય છે. તેની તસ્વીર ઇન્ટરનેટ પર છવાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

છેલ્લા 7 મહિનાથી પ્રિયંકા અને નિક ઘર પર જ સમય વિતાવી રહ્યા છે. બંને તેના પેટ્સ સાથે સમય વિતાવી રહ્યા છે. પ્રિયંકાએ તેના ફિલ્મના શેડ્યુઅલને પણ રોકી દીધું છે તો નિક પણ ઘરેથી જ તેના કામ પુરા કરી રહ્યો છે. પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી નજરે આવશે. આ જોડી પહેલી વાર ‘ધ વ્હાઇટ ટાઇગર’ માં એક સાથે જોવા મળશે.