મનોરંજન

દારૂની રેલમછેલ હતી પણ, નવા વર્ષ પર પ્રિયંકાના પતિએ શેર કર્યો ફોટો- જુઓ ક્લિક કરીને

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના પતિ નિક જોનસ સાથે નવા વર્ષનું વેકેશન સ્પેન્ડ કરી રહી છે. આ કપલ હંમેશાં તેમના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે નવા વર્ષને અનોખી રીતે ઉજવ્યું છે. જેની કેટલીક તસ્વીરો નિક જોનસે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં પતિ-પત્ની બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. પ્રિયંકા અને નિક જોનસની આ તસ્વીર લોકોને પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

નવા વર્ષની ઉજવણી દરમિયાન મિયામીમાં પોતાના ભાઈઓ સાથે નિકે શોમાં પરફોર્મ કર્યું હતું. જ્યાં પ્રિયંકાએ હંમેશની જેમ તેના પતિને ચીયર કર્યો હતો. આ સાથે જ નિકે આ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીર શેર કરતા, નિકે લખ્યું, ‘2019 મારા જીવનનું સૌથી અવિશ્વસનીય વર્ષમાંથી એક હતું. હું એ બધું જોવા માટે રાહ નથી જોઈ શકતો કે જે 2020 લાવવા માંગે છે. બધાને નવા વર્ષની શુભેચ્છાઓ!’

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ પહેલા પ્રિયંકાએ બીચ પર બંનેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસ્વીર શેર કરતા તેને લખ્યું – ‘જેવું હોવું જોઈએ એવું જ જીવન.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડા રાજકુમાર રાવ સાથે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મ નેટફિલ્ક્સ પર રજૂ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.