મનોરંજન

ચહેરા પર નખરાળા સ્મિત કરતી દેખાઈ પ્રિયંકા અને પતિ નિકે કડવા ચોથ પર કહ્યું કે મારી પત્ની હિન્દુ…

દેશી ગર્લે સાત સમુંદર પાર પણ કડવા ચોથનું વ્રત રાખ્યું હતું. લગ્ન બાદ પ્રિયંકાની આ પહેલી કડવા ચોથ હતી. આ અવસર પર પ્રિયંકાએ બધી જ રસમો નિભાવી હતી. પ્રિયંકાએ કડવા ચોથ માટે મહેંદી કરી હતી જેના પર નીકનું નામ પણ હતું, સાથે જ લાલ સાડી પહેરી ચૂડલો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

Queen is The Best… she is so cuuuute.. beautiful… Best couple. @priyankachopra @nickjonas #priyankachopra #nickjonas

A post shared by Priyanka_Chopra_Fans_Indonesia (@pc.f.c.indonesia) on

પ્રિયંકાએ કડવા ચોથની તસ્વીર શેર કરી હતી. પ્રિયંકાના પહેલા કડવાચોથની ખાસ વાત એ હતી કે, તેને જોનસ કોન્સર્ટમાં પહોંચીને વ્રત તોડ્યું હતું. નિક જોનસ તેના કોન્સર્ટમાં વ્યસ્ત હતો, તેથી પ્રિયંકા લાલ સાડી પહેરીને ત્યાં પહોંચીને કડવા ચોથની સારી વિધિ પૂર્ણ કરી હતી.

 

View this post on Instagram

 

ditemani sang suami kemarin di acara sCreening Gullyboy di LA. #priyankachopra #nickjonas

A post shared by Priyanka_Chopra_Fans_Indonesia (@pc.f.c.indonesia) on

આ વાતની જાણકારી પ્રિયંકાએ તસ્વીરનાં કેપ્સનમાં આપી હતી. પ્રિયંકા સિવાય નિકે પણ કડવા ચોથની તસ્વીર શેર કરી હતી. નિકે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મારી પત્ની ભારતીય છે, તે હિન્દૂ હોય છે. તેને મને તેના ક્લચર અને ધર્મને લઈને ઘણું શીખવાડ્યું છે. હું હંમેશા તેનો એડમાયર રહ્યો છું. જેવી રીતે તમે જોઈ શકો છો કે અમે કેટલી મસ્તી કરીએ છીએ. તમને પણ કડવા ચોથની શુભેચ્છા.

લગ્ન બાદ પ્રિયંકા-નીકની આ પહેલી કડવા ચોથ હતી, પ્રિયંકાએ આ પહેલી કરવા ચોથ તેના દોસ્ત અને સાસરિયાવાળા સાથે મનાવી હતી. પ્રિયંકાએ તેની પહેલી કરવા ચોથને સ્પેશિયલ બનાવવા માટે હાથમાં મહેંદી અને લાલ ચૂડો પહેર્યો હતો. પ્રિયંકાએ તેના લાલ ચુડા અને મહેંદીની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ‘ડાઇ હેના,કરવા ચોથ ઈન એલએ.’

તો પ્રિયંકાએ એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તે તેના ત્રણ મિત્રો સાથે નજરે આવી હતી. પરંતુ આ સેલ્ફી પોર્ટેમોડમાં લેવામાં આવી હોય તેની પાછળ રહેલા દોસ્તોનો ચહેરો સાફ જોવા મળ્યો નથી. આ તસ્વીરમાં પ્રિયંકાએ ક્રીમ શર્ટ અને માંગમાં સિંદૂર સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Me and my friends 😂#karvachauth2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક જોનાસે ગત 1 ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ બે અલગ-અલગ રિવાજોથી લગ્ન કર્યા હતા. જેમાં પહેલા હિન્દૂ રીત-રિવાજ મુજબ અને બીજી વાર કૈથલીક રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.