મનોરંજન

ઇટલીમાં પ્રિયંકા ચોપરા પતિ નિક સાથે કરી રહી છે વેકેશન એન્જોય, શેર કર્યો રોમેન્ટિક ડાન્સનો વિડીયો

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ અમેરિકન સિંગર નિક જોનસ હાલ ઇટલીમાં વેકેશન એન્જોય કરી રહયા છે. ત્યારે તેમના આ વેકેશનની તસવીરો તેઓ બંને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. ત્યારે નિક જોનસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યો છે. બંનેનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે બંન્ને રોમેન્ટિક વેકેશન એન્જોય કરી રહયા છે.

આ વીડિયોમાં દેખાય છે કે ઢળતા સૂરજને જોતા-જોતા પ્રિયંકા-નિક ડાન્સ કરી રહયા છે. સામે પહાડો પરથી અસ્ત થતો સૂરજ અને ઇટાલિયન ગીત પર ડાન્સ કરતા કરતા આ બંને પોતાના ચાહકોને રોમેન્ટિક કપલ ગોલ્સ આપી રહયા છે. આ વીડિયોમાં પ્રિયંકા બ્લેક શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે અને નિકે લેમન કલરનો શર્ટ પહેર્યો છે.

 

View this post on Instagram

 

🇮🇹 + ❤️

A post shared by Nick Jonas (@nickjonas) on

ત્યારે પ્રિયંકાએ પણ આ વેકેશનની કેટલીક ખાસ તસ્વીરો શેર કરી છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વિમિંગ પૂલની અંદર હોટ અંદાજમાં કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેના હાથમાં શરબતનો એક ગ્લાસ પણ દેખાઈ રહ્યો છે. આ તસ્વીરો શેર કરતા પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે આ તસવીરો તેમના પતિ નિકે ક્લિક કરી છે.

 

View this post on Instagram

 

Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ સિવાય પણ આ વેકેશનના બીજા કેટલાક વિડીયો સામે આવ્યા હતા જેમાં પ્રિયંકા અને નિક કૂકિંગ કરતા જોવા મળ્યા હતા. આ વિડીયો તેમને એક ડેટ નાઈટ પર કૂકિંગ ક્લાસ લીધા હતા, ત્યારના છે, જેમાં નિક અને પ્રિયંકા કૂકિંગ કરતા જોવા મળી રહયા છે.

 

View this post on Instagram

 

Date night cooking extravaganza.

A post shared by Nick Jonas (@nickjonas) on

કેટલાક દિવસો પહેલા જ પેરિસમાં પ્રિયંકાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન યોજાયા હતા. જેમાં પ્રિયંકા દેશી લૂકમાં જોવા મળી હતી. તેનો આ લૂક પણ ખૂબ જ વાયરલ થયો હતો. ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા સ્કાય ઇઝ પિન્ક ફિલ્મમાં જોવા મળશે, જેમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks