મનોરંજન

150 કરોડના આલીશાન ઘરમાં રહે છે પ્રિયંકાનો પતિ નિક, જુઓ લક્ઝરી ઘરની ના જોયેલી તસવીરો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકી સિંગર અને અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કર્યા, આજે 16 સપ્ટેમ્બરના રોજ નિકનો જન્મ દિવસ છે. તેનો જન્મ 1992માં થયો હતો. નીકનું અસલ નામ નિકોલસ જેરી જોનાસ છે. વર્ષ 2006માં જયારે તેનું પહેલું આલ્બમ ઇટ્સ આબાઉટ ટાઈમ આવ્યું ત્યારે નિકની ઉંમર માત્ર 13 વર્ષની હતી. સાત વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહેલા નિક ઘણા સોલો સોન્ગ-આલ્બમ લાવી ચુક્યો છે. નિક અને પ્રિયંકાના લગ્નને પણ દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે. પ્રિયંકા નિક સાથે મોટાભાગે લોસ એન્જલ્સમાં જ રહે છે.

Image Source

પ્રિયંકા અને નિક જોનાસે આ વર્ષે જ એક લગ્જરી ઘર ખરીદ્યુ છે. નિક પ્રિયંકા સાથે ખુબ જ આલીશાન ઘરની અંદર રહે છે. જેની તસવીરો સામે આવી છે. બંનેનું આ ઘર ખુબ જ સુંદર અને વૈભવશાળી છે. લોસ એન્જલ્સમાં રહેલું તેમનું આ ઘર આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. પ્રિયંકાનો શાનદાર વ્યુ વાળો આ બંગલો નિકે તેને ભેટમાં આપ્યો હતો. બંનેએ મળીને આ ઘરને સજાવ્યું છે.

Image Source

તેમનું આ ઘર કોઈ લકઝરી હોટેલથી કમ નથી. રિપોર્ટનું માનીએ તો તેમનું આ ઘર 20,000 વર્ગ ફૂટમાં છે અને તેમાં 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. ઘરની ડિઝાઇન ખુબ જ અલગ છે. સામે આવેલી તસ્વીરોમાં તમે ઘરની ડિઝાઈન જોઈ શકો છો.

Image Source

એટલું જ નહિ પ્રિયંકા અને નિકના આ લગ્જરી ઘરમાં મુવી થિયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, મોટો સ્વિમિંગ પુલ અને મિરર વોલ્સની સાથે જિમ પણ છે. અહિયાંથી પર્વતોનું દૃશ્ય દેખાય છે. પ્રિયંકા અને નિક મોટા ભાગે અહીંયાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે.

Image Source

20,000 વર્ગ ફૂટમાં બનેલા આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ઘરની અંદરની જે તસવીરો સામે આવી છે તેને જોતા જ આંખો પહોળી રહી જાય છે. આ ઘરમાં બધી જ સુવિધાઓ રહેલી છે. સાથે જ ઇન્ટિરિયર ઉપર ખુબ જ ફોક્સ કરવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.