મનોરંજન

પ્રિયંકા ચોપરાના પતિ નિકને કરવા પડ્યા હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા એક ઇંટરનેશનલ ફેશન આઇકોન પણ છે. અભિનેત્રી બધી રીતના કપડાને સ્ટાઇલ આપે છે જેને દુનિયા ફોલો કરે છે. પ્રિયંકાએ તેના સ્ટાઇલથી ફેશનની એક અલગ પરિભાષા આપી છે. આ વચ્ચે પ્રિયંકાની એક તસવીર સામે આવી છે, જેમાં તેણે હિંદુ દેવી કાલીની પ્રિંટવાળી જેકેટ પહેરી છે.

પ્રિયંકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. રેડ આઉટફિટ સાથે ફિશનેટ સ્ટોકિંગ્સ અને મલ્ટીકલર્ડ પંમ્પસ પહેરી છે. પૂરા ડ્રેસમાં તેના જેકેટે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

તસવીરની વાત કરીએ તો તેમાં નિક અને પ્રિયંકાની પીઠ જોવા મળી રહી છે. કપલે એક બીજાનો હાથ પકડ્યો છે. પ્રિયંકા રેડ કલરના ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં માતા કાલીની તસવીર જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, એકબાજુ કેટલાક ચાહકો આ ડ્રેસ-અપની પ્રશંસા કરી રહ્યાં છે, જ્યારે ઘણા તેને માં કાલીની પ્રિન્ટ વાળો ડ્રેસ પહેરવા માટે ટ્રોલ કરી રહ્યા છે. પ્રિયંકાને ટ્રોલ કરતા એક યૂઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે, દેવી ફેશન માટે નથી.

ત્યાં જ બીજા એક અન્ય યુઝરે લખ્યું કે, ધર્મનું અપમાન ન કરો. તો બીજા એકે કહ્યું કે, ભગવાનના વસ્ત્રો તમારા શરીર ઉપર ન પહેરશો, કારણ કે ભગવાન પવિત્ર અને પારિવારિક સંસ્કારમાં છે, તમે કંઈક વિચારો છો.

બોલિવુડથી લઇને હોલિવડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડનારી અભિનેત્રી અને બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અવાર નવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હાલ પ્રિયંકા ન્યુયોર્કમાં તેના નવા રેસ્ટોરન્ટ SONAને લઇને ચર્ચામાં છેે.

પ્રિયંકાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી દીધુ છે, જેનું નામ તેણે “સોના” રાખ્યુ છે. અભનેત્રીએ SONAની અંદરની તસવીરો શેર કરી છે તેમજ સોનાના ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ પર પણ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી અભિનયના દમ પર ડંકો વગાડનાર અભિનેત્રી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનસને લઇને હાલ એક સમાચાર આવી રહ્યા છે. નિક જોનસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રીપોર્ટ્સ અનુસાર, નિક જોનસ અમેરિકામાં તેમના ટીવી સિગિંગ રિયાલિટી શો “ધ વોઇસ”નું શુટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે ઘાયલ થઇ ગયા હતા. તેઓને જલ્દી જલ્દીમાં એમ્બુલેંસમાં લોસ એંજિલિસના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમને કેવી રીતે અને કેટલી ગંભીર ઇજા પહોંચી છે તે વિશે હાલ કોઇ જાણકારી નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એક રાત હોસ્પિટલમાં રહ્યા બાદ નિક જોનસને રવિવારે રજા આપી દેવામા આવી છે અને તેઓ ઘરે પણ આવી ગયા છે. તમને જણાવી દઇએ કે, નિક જોનસ અને પ્રિયંકા ચોપરા હાલ એકબીજાથી દૂર છે. પ્રિયંકા હાલ નિકથી 8700 કિમી દૂર લંડનમાં છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરાએ હાલમાં જ કોરોનાથી બચવા માટે ભાારતની મદદ કરવા મોટુ પગલુ ભર્યુ છે. કપલે ભારત માટે એક ફંડ રેજ પ્રોગ્રામ શરૂ કર્યો. તેનો વીડિયો બંનેને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેઓએ આના દ્વારા 1 મિલિયન ડોલર જમા પણ કરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકી સિંગર નિક જોનસ સાથે 1 ડિસેમ્બર 2018માં રાજસ્થાનના ઉમ્મેદ ભવન પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ અને ઇસાઇ બંનેના રિતી-રિવાજ અનુસાર કરાવમાં આવ્યા હતા.