નિક જોનસ અને પ્રિયંકા ચોપરા લગ્ન બાદ અવારનવાર તેમની તસ્વીરોને કારણે ચર્ચાઓમાં રહેતા હોય છે. લગ્ન પહેલા પણ તેઓ પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહેતા હતા. પ્રસિદ્ધ અમેરિકન સિંગર નિક જોનસ અને પ્રિયંકા ચોપરાની મુલાકાત મેટ ગાલા એવોર્ડ શો દરમ્યાન થઇ હતી. એ પછી બંને ઘણીવાર એકબીજા જોવા મળ્યા અને પછી બંનેનો પ્રેમ આગળ વધ્યો અને બંનેએ લગ્ન કરી લીધા.

2018માં 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવનમાં નિક અને પ્રિયંકાના લગ્ન થયા અને લગ્ન હિન્દૂ અને ક્રિશ્ચિયન બંને રિવાજો અનુસાર થયા. લગ્ન બાદ બંનેનું જીવન ઘણું સારું પસાર થઇ રહ્યું છે, પણ શું તમે જાણો છો કે પ્રિયંકા સાથે લગ્ન પહેલા નિકના ઘણા અફેર્સ રહી ચુક્યા છે. નિકે કેટલીક હોલિવૂડની અભિનેત્રીઓને ડેટ કરી હતી. તો ચાલો આજે નિક લગ્ન પહેલા કઈ-કઈ અભિનેત્રીઓને સાથે રહયા છે –

માઈલી સાયરસ – જયારે નિકની ઉંમર માત્ર 13 જ વર્ષની હતી ત્યારે નિકની સૌથી પહેલી ગર્લ્ડફ્રેન્ડ બની હતી, નિકની સૌથી પહેલી ગર્લફ્રેન્ડ માઈલી સાયરસ હતી. વર્ષ 2006માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. એવું કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત એક ચેરિટી ઇવેન્ટ દરમ્યાન થઇ હતી.

સેલેના ગોમેઝ – માઈલી સાથે બે વર્ષ બાદ બ્રેકઅપ થઇ ગયું અને વર્ષ 2008માં નિકની મુલાકાત અભિનેત્રી સેલેના ગોમેઝ સાથે થઇ અને નિક પોતાનું દિલ તેને આપી બેઠા. પરંતુ કેટલાક મહિનાઓ બાદ જ 2009માં બંને અલગ થઇ ગયા.

ડેલ્ટા ગુડ્રેમ – વર્ષ 2012માં નિકે ડેલ્ટા ગુડ્રેમને ડેટ કરવાનું શરુ કર્યું. પરંતુ ડેલ્ટા ગુડ્રેમ સાથે પણ નિકનો સંબંધ લાંબો ન ટક્યો અને આમ નિકનું ત્રીજું અફેર પણ લાંબુ ન ચાલ્યું અને બંને અલગ થઇ ગયા.

ઓલિવિયા કલ્પો – ડેલ્ટા ગુડ્રેમ સાથેના સંબંધોનો અંત આવ્યા બાદ નિકની મુલાકાત 2013માં ઓલિવિયા કલ્પો સાથે થઈ. નિક અને ઓલિવિયા કલ્પોનો સંબંધ બે વર્ષ સુધી ચાલ્યો જેને નિકનું સૌથી લાંબુ ચાલનારું અફેર માનવામાં આવે છે. પણ વર્ષ 2015માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

કેન્ડાલ જેનર – ઓલિવિયા કલ્પો સાથેના બ્રેકઅપ બાદ નિકનું દિલ કેન્ડાલ જેનર પર આવી ગયું. એક વેબસાઈટ અનુસાર, નિક અને કેન્ડાલ વચ્ચે વર્ષ 2015માં અફેર ચાલ્યું હતું.

કેટ હડસન – વર્ષ 2015માં નિકે પહેલીવાર પોતાના કરતા મોટી યુવતીને ડેટ કરવા માટે પસંદ કરી. કેટ હડસન નિક કરતા 14 વર્ષ મોટી હતી, અને બંનેને ઘણીવાર ડેટ પર જોવામાં આવ્યા હતા.

લિલી કોલિન્સ – કેટ હડસનથી અલગ થયા બાદ નિક જોનસને લિલી કોલિન્સ સાથે જોવામાં આવ્યો હતો. એક ન્યુઝ રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં નિક અને લિલી એકબીજાને ડેટ કરી રહયા હતા.

જૉર્જિયા ફૉલર – આખરે પ્રિયંકાને મળતા પહેલા નિકનું નામ વર્ષ 2017માં જોર્જિયા ફૉલર સાથે પણ જોડાયું હતું.

આખરે પ્રિયંકાને મળ્યા બાદ નિક-પ્રિયંકાનો પ્રેમ પરવાન ચઢ્યો અને બંનેએ લગ્ન કરી લીધા અને ત્યારથી લઈને અત્યાર સુધી બંને અવારનવાર એકબીજા પ્રેત્યેનો પ્રેમ વ્યક્ત કરતા આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.