મનોરંજન

10 વર્ષ નાના છોકરાએ પ્રિયંકાને પહેલી ડેટ પર કેમ કિસ નહોતી કરી? ખુલ્યું રહસ્ય

પ્રિયંકા ઇચ્છતી હતી કે પહેલી ડેટ પર નિક આવીને કિસ કરે પણ….જાણો અંદરની વાત

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને વિદેશી ગાયક અને અભિનેતા નિક જોનાસની જોડી દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ કપલ ખાસ તેમના રોમાન્સ માટે વધારે જાણીતું છે, તે દરેક પળમાં રોમાન્સ શોધી લે છે અને જાહેર જગ્યા ઉપર પણ એક બીજાને ચુંબન આપે છે.

Image Source

નિક પોતાનો 28મોં જન્મ દિવસ આજે મનાવી રહ્યો છે. ત્યારે જાણીએ પ્રિયંકા અને નિક વચ્ચેની કેમેસ્ટ્રી વિશે, આમ તો બંને વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળે છે પરંતુ શરૂઆતના સમયમાં પ્રિયંકા નિક સાથે નારાજ અને નિરાશ હતી.

Image Source

એ વાત તો બધા જ જાણે છે કે નિક જોનાસે પ્રિયંકાને 2017ના ઓસ્કર ઓફ્ટર પાર્ટીમાં પ્રપોઝ કર્યું હતું, પરંતુ આનાથી પણ વધારે રસપ્રદ હતી એમની પહેલી ડેટ, જે પ્રિયંકાના ઘરે રાખવામાં આવી હતી.

Image Source

પ્રિયંકાએ પોતે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાની પહેલી ડેટ ઉપર નિકથી નિરાશ થઇ ગઈ હતી. હવે નિરાશાનું કારણ હતું “કિસ”. પ્રિયંકાને આશા હતી કે નિક પોતાની પહેલી ડેટ ઉપર તેને કિસ જરૂર કરશે.

Image Source

પરંતુ નિકે આવું કંઈજ કર્યું નહીં. ઉપરથી નિકે પ્રિયંકાની પીઠ થપથપાવી અને ત્યાંથી ચાલતો થયો. હવે પ્રિયંકા એ ડેટને યાદ કરે છે, તો તેને એ વાતની નિરાશા થાય છે. તો નિક તેને એક સન્માન આપવાની રીત માને છે.

Image Source

જોકે પ્રિયંકા અને નિકની પહેલી ડેટની ખાસ વાત એ હતી કે અભિનેત્રીની મા મધુ ચોપડા પણ ત્યાં હાજર હતી. નિકના જણાવ્યા પ્રમાણે અભિનેત્રીની માતાના કારણે તેને પ્રિયંકાને કિસ નહોતી કરી.

Image Source

ઇન્ટરવ્યૂની અંદર પ્રિયંકાએ નિકની આ સફાઈ ઉપર પણ ખુબ જ હાસ્યાસ્પદ જવાબ આપ્યો. તેને કહ્યું કે: “આવું કરીને તે જરૂરિયાત કરતા વધારે સન્માન બતાવી દીધું. ” આવી જ છે પ્રિયંકા અને નિકની જોડી, જેમની વચ્ચે આવી ખાટી મીઠી ચર્ચાઓ થતી રહે છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર પણ નિક અને પ્રિયંકા ખુબ જ એક્ટિવ રહે છે. નિક ક્યારેક પ્રિયંકા વિશે પોસ્ટ લખે છે તો ક્યારેક પ્રિયંકા નિક વિશે. લોકડાઉનમાં પણ બંને વચ્ચેનું સુંદર બોન્ડિંગ જોવા મળ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.