અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ સૌથી સુંદર જોડીમાંના એક માનવામાં આવે છે. બંન્ને મોટાભાગે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.

તે પછી પોતાની ફિલ્મો હોય કે પછી પોતાના વેકેશનની રોમેન્ટિક તસ્વીરો હોય. એવામાં લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેનારી પ્રિયંકા ધ સ્કાઈ ઇઝ પિન્ક’ દ્વારા કમબેક કરવા જઈ રહી છે.
લગ્ન પછીની પ્રિયંકાની આ પહેલી ફિલ્મ છે. જેને લિધે લોકોમાં ફિલ્મને લીધે ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા હાલ પોતાની ફિલ્મની પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ પ્રિયંકા ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે, જ્યા તેણે ફિલ્મ વિશે અને પતિ નિક વિશે દિલ ખોલીને વાત કહી હતી.
ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેના પતિ નિક ધ સ્કાઈ ઇઝ પિન્કના એક સીનને જોઈને રોવા લાગ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે લગ્નના ચાર દિવસ પહેલા તે આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી.
નિક એક દિવસ તેના ફિલ્મના સેટ પર પહોંચ્યા હતા, એવામાં શૂટિંગના એક સીનને જોઈને નિક ખુબ જ ભાવુક થઇ ગયા હતા અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
પ્રિયંકાએ કહ્યું કે જે દિવસે ફિલ્મની શૂટિંગનો છેલ્લો દિવસ હતો ત્યારે ફિલ્મની ડાયરેક્ટર સોનાલી બોસે નીકને શૈમપેન અને કેક કટિંગની ઉજવણી માટે બોલાવ્યા હતા.
નિક જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ફિલ્મની શૂટિંગ થઇ રહી હતી. સોનાલીએ કહ્યું કે અંધારામાં શૂટિંગ ચાલી રહી હતી અને તેની બાજુમાં જ નિક ઉભેલા હતા. તેજ સમયે તેને કોઈકના રોવાનો અવાજ સંભળાયો, અને સોનાલીએ જોયું તો નિકની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા.
View this post on Instagram
એવામાં સોનાલીએ પ્રિયંકાને કહ્યું કે, તે એટલો સારો સીન આપ્યો છે કે તે તારા થનારા પતિને પણ રડાવી દીધો. જણાવી દઈએ કે પ્રિયંકા આ ફિલ્મમાં અભિનય કરવાની સાથે સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહી છે.
ધ સ્કાઈ ઇઝ પિન્કની કહાની એક સાચી ઘટના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર, જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.
જુઓ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાનો વિડીયો…

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.