નાયગ્રા ફોલ્સ પર ફરવા માટે ગયેલો ગુજરાતી પરિવાર નીચે ખાબક્યો, લાશ પથરાઈ ગઈ, જુઓ તસવીરો
છેલ્લા ઘણા સમયથી વિદેશમમાં વસતા ભારતીયો સાથે કેટલીક દુઃખદ ઘટનાઓ બનતી જોવા મળે છે. ઘણા ગુજરાતીઓની વિદેશમાં હત્યા થઇ જતી હોય છે તો કેટલાક અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ખબર કૅનૅડામાંથી સામે આવી રહી છે. જ્યાંના નાયગ્રા ફોલ્સ પર ફરવા માટે ગયેલા ગુજરાતી પરિવારને એક અકસ્માત નડ્યો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા જીત ભટ્ટ અને તમેની પત્ની નેહા ભટ્ટ તેમના પાંચ વર્ષના દીકરા રુદ્રાન્શ સાથે ફરવા માટે નાયગ્રા ફોલ્સ ગયા હતા. જ્યાં નેહાબેનનો અચાનક પગ પસવાના કારણે આખી પરિવાર ખીણમાં પડ્યો હતો. જેમાં નેહાબેનનું મોત થયું હતું.

મીડિયા રિપોર્ટ અંસુઅર આ ઘટના 13 ફેબ્રુઆરીના રોજ બની હતી. આ દુર્ઘટનામાં જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને ભકેવી લેવામાં આવ્યા છે. બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હેલીકૉપટરની મદદથી મૃતદેહને કોર્નર ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ ઘટના કેવી રીતે બની તેના અંગે કોઈ જાણકારી હજુ સુધી નથી મળી રહી. ઘટના પહેલા મહિલા તેના બાળક અને પતિ સાથે હતી. ઘટનાની જાણ થતા તરત જ બચાવની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ટીમ ઘાટીના તળિયે સુધી રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં.