નિયા શર્માને બોલ્ડનેસ બતાવવી પડી ગઇ ભારે, તસવીરો જોતા જ ટ્રોલર્સે કરી અભદ્ર કમેન્ટ

ટીવીની બોલ્ડ અભિનેત્રી નિયા શર્માએ શેર કરી નો મેકઅપ તસવીર, ફેન્સે કહ્યું ઉફ્ફ્ફ હોટનેસ તો જુઓ કેવી છલકાઈ છે

ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ થાય છે.

ટીવી સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસના જલવા વિખેરી ચૂકેલી નિયા શર્માએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. ચાહકો નિયાની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક યુઝર્સ નિયાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

નિયાએ વ્હાઇટ કોટન સ્ટ્રેપ ડ્રેસ પહેર્યો છે. તેની ડીપ નેક પર લેસ વર્ક છે. તેણે નો મેકઅપ લુક સાથે વાળને ખુલ્લા રાખ્યા છે. આ તસવીરોને કાઉચ પર ક્લિક કરવામાં આવી છે. નો મેકઅપ લુકમાં પણ નિયા ખૂબસુરત લાગી રહી છે. રિવીલિંગ ડીપ નેકને લઇને લોકો અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે અને સાથે સાથે કેટલાક લોકો તો તેને ઓછા રિવીલિંગ કપડા પહેરવાની પણ સલાહ આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, નિયા શર્મા પહેલા પણ તેની બોલ્ડનેસને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. પરંતુ તેને આવી કોઇ પણ વાતોથી કોઇ ફરક પડતો નથી. તે બિંદાસ અંદાજમાં જ જોવા મળે છે. તે તેની પસંદના જ કપડા પહેરે છે.

નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી. આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. નિયાની હાલમાં જ વેહ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે.

Shah Jina