મનોરંજન

નિયાએ ઓરેન્જ કલરનું વન પીસ પહેરીને કરણવીર બોહરા સાથે આપ્યા આવા પોઝ, ઈન્ટરનેટ પર તસવીરો થઇ વાયરલ…

નિયા શર્માનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક, કરણવીર બોહરા સાથે આવા આપ્યા પોઝ

અભિનેત્રી નિયા શર્મા અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક બેકલે અને ક્યારેક ડીપ નેક આઉટફિટ્સમાં તસવીરો શેર કરતી વખતે નિયા શર્મા ફેશનમાં એક્પરીમેન્ટ કરતા શરમાતી નથી. ઘણી વખત નિયા શર્માને તેના દેખાવને કારણે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો છે પરંતુ અભિનેત્રીને આ બાબતનો વાંધો નથી. તેનાથી વિપરીત, તે વધુ બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દેતી હોય છે.

ટીવી અભિનેત્રી નિયા શર્મા પોતાની તસવીરો અને વીડિયોના કારણે અવાર નવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. નિયાને ભારતીય ટીવીની દુનિયાની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ટીવીની દુનિયામાં નિયા જેટલી એક્ટિવ છે તેના કરતાં વધારે તે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે.

પોતાની હોટ સ્ટાઇલને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી ચૂકેલી નિયા  સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ફરી એકવાર નિયા શર્મા પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં તે કરણવીર બોહરા સાથે જોવા મળી હતી. નિયાના લુક વિશે વાત કરીએ તો તેણે  ઓરેન્જ કલરનું ડીપ નેક વન પીસ પહેર્યું હતું અને તેમાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી હતી. મિનિમલ મેકઅપ, લિપસ્ટિક અને શેડ્સ નિયાના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા.

આ દરમ્યાન નિયાએ સફેદ હીલ પહેરી હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે નિયાએ ગોગલ્સ પહેર્યા હતા. જે તેના દેખાવને વધારે સુંદર બનાવી રહ્યો હતો. બીજી બાજુ કરણવીર બોહરા બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમમાં હેન્ડસમ લાગી રહ્યા હતા. નિયાએ કરણ સાથે જોરદાર પોઝ આપ્યા હતા.

નિયા અને કરણની આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં નવરાત્રિ નિમિત્તે નિયા શર્માનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ વૈદ્ય સાથે મ્યુઝિક વીડિયો ‘ગરબે કી રાત’માં જોવા મળી હતી.

આ ગીતમાં તે સિંગર અને બિગબોસ ફેમ રાહુલ વૈદ્ય સાથે જોવા મળી હતી. ગીતમાં આ બંનેની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ચાહકોને આ ગીત ખૂબ પસંદ છે. તેમજ કરણવીર બોહરા આ દિવસોમાં ઇન્ડસ્ટ્રીથી દૂર છે.