ખબર ફિલ્મી દુનિયા

નિયા શર્માએ શેર કરી પોતાની ગ્લેમરસ તસ્વીરો, એડલ્ટ કેક પછી આ તસ્વીરોથી ચર્ચામાં છે અભિનેત્રી

આ બ્લેક બ્યુટીની 7 તસ્વીરો જોઈને ચાહકો થઇ ગયા બેકાબુ, જુઓ તમે પણ

ટીવી જગતની જાણીતી અને હોટ અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. નિયા અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ અને બોલ્ડ અંદાજને લીધે ચર્ચામાં આવી જ જાય છે. નિયાનું એકાઉન્ટ પણ તેની દમદાર તસ્વીરોથી ભરેલું છે.

Image Source

17-સપ્ટેમ્બર 1990 ના રોજ જન્મેલી નિયા શર્મા 30 વર્ષની થઇ ચુકી છે. આ ઉંમરે નિયાએ ઘણી સફળતા અને લોકપ્રિયતા મેળવી લીધી છે. નિયા પોતાના આગળના જન્મદિવસે ચર્ચાનો વિષય બની હતી. જન્મદિવસે નિયાએ એડલ્ટ કેક કટિંગ કર્યું હતું જેન લીધે તે ટ્રોલ પણ થઇ હતી.

Image Source

એકવાર ફરીથી નિયાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. નિયાની આ તસ્વીરોને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તસ્વીરને શેર કરવાની સાથે નિયાએ કૈપ્શનમા લખ્યું કે,”જુઓ,હવે ડ્રામાં શરૂ ન કરશો અને પછી કહો કે તેનાથી નફરત છે”.

Image Source

તસ્વીરમાં નિયાએ હલ્કા ક્રીમ કલરનો શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે અને ડ્રેસને મેચિંગ બુટ પણ પહેર્યા છે. મેકઅપની સાથે નિયાએ બ્લુ આઇશેડો કર્યો છે અને અને વાળને ખુલ્લા રાખ્યા છે.

Image Source

નિયાના આવા બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર હલ્લો મચાવી દીધો છે. દર્શકોને તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. નિયા શર્મા એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ પોતાના નામે કરી ચુકી છે. ‘એક હઝારો મૈં મેરી બેહના હૈ’ સીરિયલમાં નિયા શર્મા અને અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝાની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. શોમાં બંન્ને એકબીજાની બહેનો હતી. બંન્નેને અસલ જીવનમાં પણ એકબીજા સાથે ખાસ લગાવ છે, અને એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. નિયાની વેબ સિરીઝ ‘ટ્વીસ્ટેડ’નો બીજો ભાગ પણ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.

Image Source

જો કે નિયાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2010 માં ટીવી શો ‘કાલી’ દ્વારા કરી હતી. આ સિવાય નિયાએ ‘જમાઈ રાજા’ શો નાગિન અવતારમાં પણ ખાસ નામના મેળવી છે. નિયાએ રિયાલિટી શો ‘ખતરોકે ખિલાડી-મેડ ઈન ઇન્ડિયા’ વર્ઝન પણ જીત્યો હતો.