ખબર ફિલ્મી દુનિયા

ટીવીની ઈચ્છાધારી નાગિન ‘નિયા શર્મા’ ગોવા બીચ પર રેતી સાથે રમતી આવી નજરે, 7 તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

પૈસા હોય તો બધું થાય, ગોવામાં જલસા કરી રહી છે- જુઓ PHOTOS

ટીવીની જાણીતી એક્ટ્રેસ અને ઈચ્છાધારી નાગિન રહી ચુકેલી એક્ટ્રેસ નિયા શર્મા તેના અંદાજથી લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર નથી છોડતી.

Image source

નિયાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી ફેન્સ સાથે જોડાયેલી રહી છે. ટીવીની નાગિન નિયા શર્મા ફરી એક વાર તેની ગ્લેમરસ તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. નિયા શર્માની આ વાયરલ થઇ રહેલી તસ્વીરમાં તે બીચ કિનારે ગ્લેમરસ અંદાજમાં પોઝ દેતી નજરે ચડી રહી છે. તસ્વીરમાં નિયા શર્માનો અંદાજ સાચે જ જોવાલાયક છે. નિયા શર્માએ આ તસ્વીર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.

Image source

આ તસ્વીરમાં નિયા બ્લેક કલરના નાઇટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપતી નજરે પડી છે. આ ફોટોમાં સૌથી ખાસ વાત એ છે કે બીચ પર રેતી સાથેનો નિયાનો પોઝ જોવા જેવો છે.

Image source

ફોટો શેર કરતી વખતે નિયાએ એક ક્યૂટ કેપ્સન પણ લખ્યું હતું કે, સમુદ્ર તટ સાથે વાળને આ રીતે, સ્કિન ટોન અને પગની આંગળીઓમાં રેતી, હવામાં મીઠું અને મારા વાળમાં રેતી.

Image source

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે નિયા શર્મા તેના અંદાજને લઈને ચર્ચામાં આવી હોય. નિયા તેના ગ્લેમરસ લુક અને ડાન્સ વીડિયોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને ફોટોશૂટથી જોડાયેલી તસ્વીર શેર કરી હતી.

Image source

નિયા શર્મા ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. નિયા શર્મા એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. નિયા શર્માએ પોતાની કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી. પરંતુ તેને ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ અને ‘જમાઇ રાજા’ થી ઓળખ મળી.

Image source

આ સિવાય અભિનેત્રી ‘ખતરો કે ખિલાડી સીઝન 8’માં પણ જોવા મળી છે. થોડા દિવસો પહેલા નિયા શર્મા નાગિન 4 માં જોવા મળી હતી, જેમાં લોકોને તેની સ્ટાઇલ પણ પસંદ આવી હતી.