નિયા શર્માએ લહેંગા ઉપર બ્રા પહેરી ટ્રેડિશનલ લુકને આપી દીધો બોલ્ડ ટચ, તસવીરો થઇ વાયરલ

બ્રા સાથે પહેર્યો ઘાઘરો, ટીવીની આ દિગ્ગજ અભિનેત્રીની તસવીરો જોઇને આંખો પહોળી થઈ જશે

નિયા શર્માના બોલ્ડ અંદાજની ચર્ચા ઘણીવાર ચાહકો વચ્ચે થતી રહે છે. ટીવી અને વેબ સીરીઝમાં બોલ્ડ સીન આપવા સાથે સોશિયલ મીડિયા પર પણ નિયાનો બોલ્ડ અંદાજ ચાહકોને ઘણીવાર હેરાનીમાં નાખી દેતો હોય છે. હવે એકવાર ફરી આવું જ કંઇક થયુ છે. હાલમાં જ નિયાએ ટ્રેડિશનલ લુકમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

નિયાનો આ બોલ્ડ અને ગ્લેમરસ લુક હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નિયા શર્મા ઘણીવાર તેના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાજ માટે ચર્ચામાં બની રહેતી હોય છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેણે જે ટ્રેડિશનલ લુકની તસવીરો શેર કરી છે તેમાં તે બાલકનીમાં ઊભી રહીને ફોટોશૂટ કરાવતી નજરે પડી રહી છે.

નિયાએ રીવિલિંગ ડ્રેસ પહેર્યો છે. રીવિલિંગ ડ્રેસ પહેરી નિયા ખૂબ જ કાતિલાના પોઝ આપી રહી છે. નિયા શર્મા પિંક કલરના લહેંગામાં નજર આવી રહી છે. તેણે ખૂબ જ બોલ્ડ બ્રાલેટ સાથે સ્કર્ટ કેરી કર્યો છે. જેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ તસવીરો શેર કરતા નિયા શર્માએ કેપ્શનમાં લખ્યું કે, ‘આકાશમાં ઉડતા એક નાનકડા પક્ષીએ મને કહ્યું કે ગુલાબી રંગ મને સૂટ કરે છે.’ નિયા શર્મા શેડેડ લિપસ્ટિક અને પિંક ફ્લોરેલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

નિયા શર્માની આ તસવીરોને થોડા જ કલાકોમાં લગભગ 2.5 લાખ લોકોએ લાઈક કરી હતી. નિયા શર્મા પણ આ વર્ષના બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. વર્ષ 2010માં ટીવી શો કાલી દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિયા શર્મા જમાઈ રાજા, ઈશ્ક મેં મરજાવાં અને નાગિન જેવા સુપરહિટ શોનો ભાગ રહી ચૂકી છે.

નિયા શર્મા હંમેશા તેના આઉટફિટ્સના કારણે ચર્ચામાં રહે છે. તે તેના આઉટફિટને કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. નિયાના ચાહકોનું કહેવું છે કે તેણે તેના ગ્લેમરસ લુકથી નિયાએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. નિયા તેના ગુલાબી લુકને લઈને પહેલાથી જ ઘણી હેડલાઈન્સ બનાવી ચુકી છે.

તેના લુકની સાથે નિયા તેના બેદાગ શબ્દોથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી. બિગ બોસ ઓટીટીમાં નિયા શર્માએ તેના લુક્સ અને ટ્રોલિંગ પર ખુલીને વાત કરી હતી.આ દરમિયાન નિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેને હવે ટ્રોલ કરવામાં કોઈ વાંધો નથી અને તે તેના જીવનમાં ટ્રોલને કોઈ મહત્વ નથી આપતી.

Shah Jina