નિયા શર્માએ ધૂમધામથી કર્યો નવા ઘરમાં ગૃહ પ્રવેશ, ઓલ વ્હાઇટ ઇન્ટીરિયરથી મોર્ડન ડેકોરેશન સુધી, જુઓ તસવીરો

ફેન્સ માટે ખુશખબરી: ટીવીની રાણી નિયા શર્માએ લીધું અધધધધધ લક્ઝુરિયસ મોંઘુ ઘર- જુઓ

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અને બોલ્ડ અભિનેત્રી નિયા શર્માએ વર્ષોની મહેનત બાદ મુંબઇમાં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. સોમવારના રોજ નિયા શર્માના નવા ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા થઇ, જે બાદ તે નવા ઘરમાં પરિવાર સાથે શિફ્ટ થઇ છે. નિયાએ ઇન્સ્ટાગ્રામ પર નવા ઘરની તસવીરો શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નિયાનું આ ઘર ખૂબ જ ખૂબસુરત છે. ઘરનું ઇંટીરિયર કોઇનું પણ દિલ જીતી લે તેવું છે. નિયાએ પૂરા ઘરમાં વ્હાઇટ ઇંટીરિયર કરાવ્યુ છે. તેની ઘરની બાલકનીથી મુંબઇનો અદ્ભૂત નજારો જોઇ શકાય છે. નિયાએ ગૃહ પ્રવેશના ફંક્શનમાં વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો એથનિક લુકમાં નિયા શર્મા ઘણી સ્ટનિંગ લાગી રહી હતી.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 11 વર્ષ પૂરા કરી ચૂકેલી નિયા શર્માએ આખરે પોતાને એક શાનદાર ગિફ્ટ આપી છે. નિયાએ ગરમાં ગૃહ પ્રવેશની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાંની કેટલીક તસવીરો નિયા શર્માના મિત્રોએ પણ પોસ્ટ કરી છે.

નિયા શર્માના ભાઇ વિનયે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ઘરની તસવીર શેર કરી છે. જેમાં નિયા નિવાસનો શાનદાર વ્યુ જોવા મળી રહ્યો છે. નિયાના મિત્રો સાથે સાથ સેલેબ્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે.

નિયાના નવા ઘરમાં મોટી મોટી હવાદાર વિન્ડોઝ છે. જે ઘરના ઓવરઓલ લુકને વધારી દે છે. તમને જણાવી દઇએ કે, નિયાને નાના પડદા પર બ્રેક ટીવી ધારાવાહિક “એક હઝારો મેં મેરી બહેના હે”થી મળ્યો હતો. નિયાને વધુ ઓળખ વર્ષ 2014માં આવેલ ટીવી શો “જમાઇ રાજા”થી મળી. હાલમાં જ નિયાનો મ્યુઝિક આલ્બમ “દો ઘૂંટ” રીલિઝ થયો છે.

ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ થાય છે.

નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી. આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. નિયાની હાલમાં જ વેહ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે.

Shah Jina