કટઆઉટ ટોપમાં ટીવીની સંસ્કારી વહુએ બતાવ્યો સિઝલિંગ લુક, ચાહકો થયા ઇમ્પ્રેસ…બોલ્યા- સ્ટનિંગ

‘ઉર્ફીનો રોગ લાગી ગયો’ ટીવીની આ સંસ્કારી વહુએ પહેર્યું એટલું રીવિલિંગ ટોપ કે તસવીરો જોઇ ચાહકો કરી રહ્યા છે આવી કમેન્ટ !

ટીવીની લોકપ્રિય સંસ્કારી વહુ નિયા શર્માને કોણ નથી ઓળખતું. તે તેના બોલ્ડ લુક અને સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તેણે ભલે પડદા પર સરળ અને સંસ્કારી વહુની કે છોકરીની ભૂમિકા ભજવી હોય, પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. નિયા શર્મા પોતાની બોલ્ડનેસના કારણે ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. નિયા એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના હોટ અને બોલ્ડ ફોટોઝ અને વીડિયો શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ત્યારે આ દરમિયાન હવે નિયાની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરો જોયા બાદ નિયાના ચાહકોની ઊંઘ ઉડી ગઇ છે. નિયાએ રોયલ બ્લુ ફ્રન્ટ ઓપન ટોપ પહેર્યું છે. તેના આ ટોપમાં આગળથી એક વિશાળ કટ છે. નિયાએ આ ટોપ સાથે ડેનિમ બ્લુ જીન્સ મેચ કર્યુ છે. ત્યાં તેણે આ લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે.

નિયા શર્માની આ તસવીરોને અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવી છે. યુઝર્સ આ તસવીર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને રિએક્શન આપી રહ્યા છે. તેના પર કમેન્ટ કરતાં એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘દીદી તમે બહુ હોટ છો.’ અન્ય એકે લખ્યુ છે, ‘ઉર્ફીની બીમારી બધાને લાગી રહી છે.’ બીજા એકે લખ્યુ, દરેક વ્યક્તિ ઉર્ફી જાવેદની જેમ વર્તે છે. એકે લખ્યું, થોડી તો શરમ રાખો, આ આપણી સભ્યતા નથી.

નિયાના આ ફોટા પર આવી બીજી પણ ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. તમને જણાવી દઈએ કે નિયા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 70 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેની દરેક તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તમને જણાવી દઇએ કે, નિયા શર્મા પહેલા પણ તેની બોલ્ડનેસને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. પરંતુ તેને આવી કોઇ પણ વાતોથી કોઇ ફરક પડતો નથી.

 

View this post on Instagram

 

A post shared by ibollywood_stuff (@ibollywoodstuff)

તે બિંદાસ અંદાજમાં જ જોવા મળે છે. તે તેની પસંદના જ કપડા પહેરે છે.નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી. આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by (@niaxobsession_)

નિયાની હાલમાં જ વેહ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે. નિયાએ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં કામ કર્યુ હતુ. તે રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં એક કંટેસ્ટેંટ તરીકે જોવા મળી હતી, જેમાં તે 8માં સ્થાન પર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

Shah Jina