ગરબે કી રાતમાં ગંદો ડાન્સ કરવા વાળી અભિનેત્રી સાથેનો લિપલોક વાળો વીડિયો થયો વાયરલ, ટ્રોલર્સને કહ્યું કે કિસ કરીને પ્રેમ…

નવરાત્રી સમયે નવા આવેલા “ગરબે કી રાત” નામના ગીત પર ભારે વિવાદ સર્જાયો છે. મોગલ માતાજી અને મેલડી માતાજીના ગીતમાં આવતા નામ દરમ્યાન ગંદા ડાન્સ વાળા દ્રશ્યો વીડિયોમાં આવી રહ્યાં છે જેના લીધે ભારે વિવાદ સર્જાયો છે.

માતાજીના ભક્તોને દુઃખ પહોંચ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આ સમગ્ર મામલે youtube પર ગીત મૂકનાર સિંગર રાહુલ નામના વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ‘તુરંત જ ગીતમાંથી અશોભનીય દ્રશ્ય અથવા માતાજીનું નામ હટાવી લેવામાં આવે નહીંતર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો.’

ટીવી અભિનેત્રી નિયા શર્માને ખૂબ જ બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. તે ઘણીવાર પોતાની સ્ટાઇલથી ચાહકોના દિલ લૂંટી લેતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર હંગામો મચાવનારી નિયાએ જ્યારે મીડિયા સામે અન્ય અભિનેત્રીને કિસ કરી ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. તેની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

નિયા શર્મા પોતાની બોલ્ડનેસ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. ટીવી ધારાવાહિક પછી બોલ્ડ સીનથી ભરેલ વેબ સિરીઝથી તહેલકો ફેલાવનાર નિયા શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક અભિનેત્રીને કિસ કરતી જોવા મળી હતી. નિયાએ જે અભિનેત્રીને કિસ કરી હતી તે બીજું કોઈ નહિ પરંતુ અભિનેત્રી રેહાના પંડિત છે.

નિયા શર્મા અને રેહાના પંડિત લાંબા સમયથી સારા મિત્રો છે તે બધાને ખબર જ છે. બંનેએ પાર્ટી દરમ્યાન મીડિયાની સામે હોઠ પર કિસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલીવાર નથી જ્યારે નિયા અને રેહનાએ કિસ કરી હોય. વર્ષ 2015માં પણ બંનેએ ‘જમાઈ રાજા’ના સેટ પર લિપલોક કર્યું હતું. હવે આ ઘટનાની સ્પષ્ટતા કરતી વખતે નિયા અને રેહાના બંનેએ પોતાની સફાઈ આપતા ચાહકો સાથે પોતાની વાત શેર કરી હતી.

રેહાનાએ બોમ્બે ટાઇમ્સને કહ્યું હતું કે, ‘મારી બહેન પછી નિયા એકમાત્ર વ્યક્તિ છે જેને હું કિસ કરી શકું છું કારણ કે તે મારી બહેન જેવી છે. મને આશ્ચર્ય થાય છે કે લોકો આ વિશે શા માટે આટલો હંગામો મચાવી રહ્યા છે. હું એટલું જ કહેવા માંગુ છું કે નિયા ઇન્ડસ્ટ્રીમાં મારી સૌથી સારી અને એકમાત્ર મિત્ર છે. તે દિવસે મારા મોડા આવવાના લીધે ચિંતા કરતી હતી તેથી મેં કિસ દ્વારા તેનો પ્રેમ પાછો આપવાનું વિચાર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુઅસાર અભિનેત્રીએ કહ્યું, ‘તેના માટે તે માત્ર સાચો પ્રેમ હતો અને લોકોએ તેમાં વધારે પડવું જોઈએ નહિ. તેમાં લેસ્બી એક્ટ જેવું કશું હતું જ નહિ . જો તમે તમારી બહેનને હોઠ પર કિસ કરી શકો છો, તો એક ગર્લફ્રેંડ જે તમારા માટે ખૂબ જ ખાસ છે તો તે તહેવારના દિવસે એક કિસની હકદાર છે.  તેમજ નિયાએ પણ રેહાનાની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે કોઈ પણ જાતના મતલબ વગર વાતને ટ્રોલ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ એક હોળી પાર્ટી દરમ્યાન થયું હતું.

નિયાએ કહ્યું, ‘એક સરળ કિસને મોટી બનાવવામાં આવી રહી છે.  લોકોએ સમજવું જોઈએ કે અહીં કોઈ વિવાદ જ નથી. પરંતુ અમે ટ્રોલ કરવાવાળા કે એ લોકોનું કંઇ કરી શકતા નથી જેમણે એક કિસને કંઈક બીજું જ બનાવી દીધું. માત્ર અમે બંને જાણીએ છીએ કે તે એકબીજા માટે સાચો પ્રેમ હતો. રેહાના મારી બહેન જેવી છે અમે છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, અને તેના લીધે અમારો સંબંધ વધારે ગાઢ બની ગયો છે.’

નિયા શર્માએ આગળ કહ્યું કે, ‘જો હું મારી માતાને તેના હોઠ પર કિસ કરીને હેપ્પી હોળી કહી શકું, તો પછી મારી સૌથી સારી મિત્રને કેમ નહીં, જે મારી બહેન જેવી છે? તે માત્ર એક ફ્રેંડલી કિસ હતી અને મને લાગે છે કે લોકો તેના વિશે શું વિચારે છે તેની હું વધારે કાળજી રાખી શકું છું.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

Patel Meet