ચાલતી બસમાં ઘુસ્યો 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો લોખંડનો પાઇપ, એકનું ફાટ્યુ માથુ તો એકનુ કપાયુ ગળુ- જુઓ હ્રદય કંપાવી દે તેવી તસવીરો

હે રામ…!!! 100 ફૂટ લાંબો પાઈપ બસ ફાડીને આરપાર નીકળ્યો હતો, ભયાનક તસવીરો જોઈ ભલભલાના રૂંવાડા થઇ જશે!

રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ પાસે એવો ભયંકર અકસ્માત થયો કે જોનારાઓના દિલ હચમચી ગયા. એક 100 ફૂટ લાંબો ભારે પાઈપ ચાલતી બસની આરપાર થઇ ગયો. આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું, જ્યારે એક યુવકનું માથું ફાટી ગયું હતું. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રાજસ્થાનના સાંડેરાવ નગરથી 3 કિલોમીટર પહેલા સાંજે 4.30 વાગ્યા આસપાસ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં અન્ડરગ્રાઉન્ડ ગેસ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન દ્વારા ખાડામાં 100 ફૂટ લાંબી પાઇપ નાંખી રહી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કંપનીની ટીમે હાઇડ્રોલિક મશીનની મદદથી 100 ફૂટ લાંબી પાઇપ ઉપાડી હતી. તેને ખાડામાં નાખવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસ તેજ ગતિએ પસાર થઈ હતી અને હવામાં પાઈપ ઝૂલતા બસને ક્રોસ કરી હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલી મહિલાનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. અને એક યુવકનું માથું ફાટ્યું હતુ. આ સિવાય 13 અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે આજુબાજુમાં હાજર લોકોની મોંમાથી ચીસો નીકળી ગઈ હતી.

જયપુર-અમદાવાદ NH-162 પર સાંડેરાવ ગામ નજીક ભૂગર્ભ ગેસ પાઇપલાઇન નાખતી વખતે કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ અને બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે મોટો અકસ્માત થયો હતો. કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીનમાંથી પાઇપ ઉપાડીને ખાડામાં નાંખી રહી હતી, પરંતુ ત્યાંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો લોખંડનો પાઇપ હવામાં ઝૂલતો હતો.

બસમાં પાઈપ ડ્રાઈવર સીટની પાછળની સીટની બારી ધક્કો મારી બસમાં પ્રવેશી હતી અને પાછળની સીટની બારી તોડીને ક્રોસ કરી હતી. જેના કારણે બસમાં બેઠેલી મહિલાની ગરદન શરીરથી અલગ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શબઘરમાં રાખવામાં આવ્યા હતા અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, આ ઘટના ડિસેમ્બર વર્ષ 2020ની છે.

Shah Jina