લેખકની કલમે

એક સ્ત્રી બધુ સહન કરી શકે, પરંતુ પ્રેમમાં દગો ક્યારેય નહી !! કોલેજમાં જતી દરેક દીકરીઓએ વાંચવા જેવી સ્ટોરી …

“સૌમ્યા આઠ વર્ષ ની હતી ત્યારે એને એના માતા પિતા ની છાયા ગુમાવી દીધી હતી, એ અને એનો મોટો ભાઈ નીરવ એના માસી સાથે રહેવા લાગ્યા હતા , આઠ વર્ષ થી બાવીસ વર્ષ ની થઈ ત્યાં સુધી એને એની માસી ને એની મા માની ને જીવતી , અને એના માસી પણ એને મા જેટલો જ પ્રેમ આપતા , એના જીવન માં બીજી કોઈ કમી નહતી , પણ એ આઠ વર્ષ ની સૌમ્યા પોતાના દિલ ની વાત દિલ માં રાખવા માં એક્સપર્ટ બની ચુકી હતી .

એની પાછળ પણ એનું એક કારણ હતું , સૌમ્યા નો આઠ મો જન્મ દિવસ હતો , એની એક રાત પેહલા સૌમ્યા એ એના મમ્મી અને પાપા માટે એક કવિતા લખી હતી , સૌમ્યા એ તે કવિતા દ્વારા પોતા ની લાગણીઓ તેના મમ્મી પાપા ને પહોંચાડવા માંગતી હતી , એને પોતા ના પ્રેમ ને શબ્દ નું સ્વરૂપ આપ્યું .

એ કવિતા એને એના મમ્મી પાપા ને સંભળાવી એ દિવસે એના મમ્મી પાપા ની આંખો માંથી પ્રેમ ભર્યા આંસુ વહેવા લાગ્યા હતા. સૌમ્યા નો આટલો પ્રેમ જોઈ મમ્મી પાપા બીજે દિવસે સવારે એટલે કે સૌમ્યા ના જન્મદિવસ ઉપર એની માટે મોટી ગિફ્ટ લેવા માટે કાર લઈ અને નીકળી પડ્યા .

મમ્મી પાપા ક્યારેય પાછા ન ફર્યા , પણ એમના મૃત્યુ ની ખબર આવી. નીરવ અને સૌમ્યા એકલા પડી ગયા હતા, માસી તેમને એના ઘરે લઈ ગયા અને માસા એ પણ નીરવ અને સૌમ્યા ને અપનાવી લીધા , એની પાછળ માસા ની લાલચ હતી , માસા પણ સમય જતાં ખબર પડી કે માસા નીરવ અને સૌમ્યા ને અપનાવવા તૈયાર નહતા, અને બાળકો ના ભવિષ્ય માટે માસી એ જ લાલચી માસા ને પ્રોપટી ની લાલચ આપી અને એની બહેન ના બાળકો ને મા ની મમતા અને રહેવા છત અપાવી.

નીરવ નાની ઉંમર એ સમજદાર અને જીમેદાર બની ગયો હતો અને સૌમ્યા , સૌમ્યા એ નાનપણ માં જ પ્રેમ કરતા ડરવા લાગી હતી. કે પછી એમ કહીએ કે એ પ્રેમ નો ઇઝહાર પ્રેમ ને શબ્દો કે લાગણીઓ દ્વારા જતાડતા ભુલવા લાગી હતી.

કોલેજ ના લાસ્ટ યર માં એને ફરી એક નવી ઝીંદગી મળી એને એવું લાગ્યું , એ ખરેખર ખુશ રહેતી હતી , એના ચહેરા ઉપર એન નવી સ્માઈલ આવી હતી , એ રિશી તને પ્રેમ કરવા લાગી હતી … પણ એ પ્રેમ જતાડતા એને નહતું આવડતું. પણ એને થયું કે તારી અંદર પણ એ જ લાગણી છે , પણ એ ખોટી પડી…..

એક વર્ષ એ ખોટા સપના માં તારી સાથે ખોવાયેલ રહી , કોલેજ ની લાસ્ટ એક્ઝામ વખતે જ્યારે એના માસી ની મૃત્યુ થયા બાદ એને સૌથી વધુ જરૂર તારી હતી.નીરવ બીજા સીટી માં જોબ કરતો એ આટલો સેટલ હતો કે એનું અને એની બહેન નું ધ્યાન રાખી શકે , શાયદ નીરવ ને પહેલે થી ખબર હશે કે માસી ના મૃત્યુ બાદ માસા સૌમ્યા અને નીરવ ને એના ઘર માં જગ્યા નહીં આપે. એટલા માટે એને બીજા શહેર માં સૌમ્યા અને પોતા માટે એક લાઈફ સેટ કરી ને રાખી હતી.

પણ સૌમ્યા નીરવ સાથે બીજા શહેર માં ન ગઈ , એને કોલેજ ની એક્ઝામ પુરી થયા પછી જશે એવું બહાનું એને રિશી તારી માટે કાઢ્યું હતું.

પણ રિશી તું સૌમ્યા ના પ્રેમ ને લાયક ન નીકળ્યો. ભોળી છોકરીઓ ના દિલ , એના પ્રેમ અને એની લાગણીઓ સાથે રમવું એ તો તારી એક તુચ્છી આદત હતી. અને આ તારી આદત નો શિકાર મારી મિત્ર સૌમ્યા બની ગઈ.તારા પ્રેમ માં મળેલ દગા પછી એ બિલકુલ તૂટી ગઈ હતી , એ એમ માનવા મજબુર થઈ ગઈ હતી કે આખી પુરુષ જાત આવી જ હોય છે , સ્વાર્થી . પણ એ જ્યારે એના ભાઈ નીરવ ને જોતી એ આ વાત ને ખોટી માનતી.

એના ભાઈ નીરવ ને કારણે જ આજે એને પુરુષ જાત ઉપર હજુ થોડો ભરોસો છે. અને એ ભરોસા ને જીવતો રાખવા માં હવે સુશાંત પણ એની મદદ કરે છે. આજે સૌમ્યા ના સુશાંત સાથે લગ્ન છે. સુશાંત અને સૌમ્યા છ મહિના પહેલા મળ્યા હતા. અને સુશાંત નો નેચર અને એનો બિનસ્વાર્થી સ્વભાવ એ સૌમ્યા ના દિલ ને જીતી લીધું. અને સૌમ્યા ને પણ જીવતા શિખાડી દીધું.

તારા થી મળેલ દગા પછી સૌમ્યા ની એ ખુશી એ સ્માઈલ પાછી ગાયબ થઈ ગઈ હતી , પણ આજે હું સૌમ્યા ને એના થી ડબલ ખુશ અને સ્માઈલ કરતા જોઉં છું , અને એની સ્માઈલ ને સલામત રાખવા ની જીમેદારી ઉપાડતા સુશાંત ને એની પાસે એનો હાથ પકડી ને ઉભો જોઉં છું.

અને બંને એક બીજા સાથે એટલા સુંદર લાગે છે ને કે વાત ન પૂછ. બંને નો ફોટો પણ તને મોકલું છું જોઈ લેજે.

આજે મેં તને સૌમ્યા ની આખી લાઈફ ની સ્ટોરી એટલા માટે કહી કારણ કે તને એક સબક મળે કોઈ છોકરી ની લાગણી અને પ્રેમ સાથે રમત રમતા પેહલા. તમારા જેવા લોકો ને સામે વાળા વ્યક્તિઓ ની હાલત વિસે , એની પરિસ્થિત વિસે કોઈ ખ્યાલ નથી હોતો ,પણ તમારો નાનો એવો ખેલ , કે મસ્તી એમના ઉપર ઘણી ઊંડી અસર કરી જતી હોય છે.

છોકરાઓ કે છોકરીઓ જે પણ આવી નીચ હરકતો કરે છે ને એ સામે વાળી વ્યક્તિ ના માનસપટ ઉપર એની આખી જાતિ માટે ખરાબ છાપ હંમેશા માટે પાડી દે છે. “

મેઘા એ સૌમ્યા ના લગ્ન ન દિવસે જ આ મેસેજ અને સૌમ્યા અને સુશાંત નો ફોટો રિશી ને મોકલ્યો.અને રિશી ને એની ભૂલ નું ભાન કરાવ્યું.

(મેઘા એ સૌમ્યા સાથે કોલેજ માં સાથે સ્ટડી કરતી એની બેસ્ટફ્રેન્ડ છે.)

લેખિકા: મેઘા ગોકાણી 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.