ખબર

નવવિવાહિતે સાંજે રડતા રડતા ફોન પર તેની બહેન સાથે કરી વાત અને અચાનક ફોન થયો કટ, બીજા દિવસે ઘરવાળાને મળ્યા મોતના સમાચાર, જાણો શું છે મામલો

સાંજે નવવિવાહિતે રડતા રડતા કર્યો બહેનને ફોન, અચાનક ફોન કટ થયો અને સવારે મળી મોતની ખબર

દહેરાદુન જિલ્લાના ડોઇવાળામાં એક નવવિવાહિતે રાત્રે રડતા તેની બહેન સાથે કરી વાત અને સ્વજનોને સવારે તેની મોતના સમાચાર મળ્યા હતા. મામલામાં પોલીસે મૃતકના પતિ સાથે પરિવારના કુલ ચાર લોકો પર દહેજ હત્યાનો મામલો નોંધાવ્યો છે. ડોઇવાળા રાનીપોખરી અંતર્ગત ભોગપૂરમાં એક નવવિવાહિતની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતના મામલે પોલીસે મૃતકના પતિ સાથે ચાર લોકોને દહેજ હત્યાનો મામલો નોંધ્યો છે.

આરોપીઓની ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. મામલો રાનીપોખરી થાણા ક્ષેત્રના ચક સિઘવાળ ગામનો છે. જ્યાં વિજેન્દ્ર સિંહની પુત્રી આરતીના લગ્ન પવન રાવત નિવાસી ભોગપૂરથી 12 ડિસેમ્બર 2021માં થયા હતા. મૃતકના પિતાએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે કહ્યું હતું કે લગ્નના પહેલા જ દિવસથી આરતીને ઓછું દહેજ આપવાના મામલે હેરાન કરવામાં આવતી હતી.

મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેને કોઈ અન્ય મહિલા સાથે અવૈધ સબંધ પણ હતા સાથે જ કહ્યું હતું કે લગ્ન પછી મૃતક ડરેલી અને ઘભરાયેલી રહેતી હતી. શનિવાર સાંજે સાત વાગ્યે આરતીએ તેની મોટી બહેન પૂજાને ફોન કર્યો હતો જેમાં તે મોટી બહેન સાથે વાત કરતા ઘભરાયેલી હતી અને રડી રહી હતી.

તેના પછી આરતીએ ફોન કાપી દીધો હતો અને આરતી સાથે સ્વજનોનો કોઈ સંપર્ક થઇ શક્યો નહિ. આટલું બધું થયા પછી રવિવારની સવારે આરતીનો પતિ પવન રાવત મૃતકના ઘરે આરતીને બાથરૂમમાંથી પડી ગઈ અને ઇજા થવાની વાત કહી હતી સાથે જ કહ્યું હતું કે તે હિમાલયન હોસ્પિટલ જૌલીગ્રાન્ટમાં ભરતી છે.

જેના પછી તરત જ છોકરીના સ્વજન હિમાલયન હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે તેમની પુત્રીના દસ કલાક પહેલા મોત થઇ ચુકી છે. જ્યારબાદ છોકરીના પતિ પવન રાવતે તેનું નિવેદન બદલતા કહ્યું કે આરતીએ કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો જેનાથી તેનું મૃત્યુ થઇ ગયું.

છોકરીના પિતાએ પોલીસને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી જેના આધાર પર પોલીસે પતિ પવન, દેવર નીતિન, સાસુ રાજેશ્વરી દેવી તેમજ માસા ચંદ્રશેખર રાવત વિરુદ્ધ દહેજ હત્યાનો મામલો નોંધાવી દીધો હતો. ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહીમાં કામ કરી રહી છે. સાથે સ્વજન તથા પોલીસકર્મી પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ મામલે પોલીસ જલ્દી આરોપીઓની ધરપકડ કરી શકે છે.