મને સુહાગનની જેમ…હાથ પર સુસાઇડ નોટ લખી 25 વર્ષની પરણિતાએ ખત્મ કરી લીધુ જીવન

3 મહિના પહેલા થયા હતા લગ્ન, ૫ પેજની ચિઠ્ઠી લખીને પરિણીતાએ ખત્મ કર્યુ જીવન..સાસરિયા વાળાનો ભાંડો ફોડ્યો

ગુજરાત સમેત દેશભરમાંથી અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કેટલાક પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં તો કેટલાક માનસિક ત્રાસને કારણે મોતને વહાલુ કરતા હોય છે. ઘણીવાર મહિલાએ સાસરિયા દ્વારા થતી દહેજ માટે કે કોઇ અન્ય કારણોસર હેરાનગતિને કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરણિતા કે જેના ત્રણેક મહિના પહેલા જ લગ્ન થયા હતા તેણે આત્મહત્યા કરી લીધી.

હરિયાણાના સાયબર સિટી ગુડગાંવમાંથી આત્મહત્યાનો આ કિસ્સો સામે આવ્યો છે, જેને લઇને બધા ચોંકી ઉઠ્યા છે. ગુડગાંવના કાર્ટર પુરી ગામમાં 25 વર્ષની નવપરિણીત રીતુએ પોતાના હાથ પર સુસાઈડ નોટ લખી જીવનનો અંત આણ્યો હતો. તેણે આ આત્મહત્યા માટે તેના સાસરિયાઓને જવાબદાર ગણાવ્યો છે. સુસાઈડ નોટમાં તેણે લખ્યુ હતુ કે, મારા સાસરીયાઓએ મારું મોઢું પણ ન જોવું જોઈએ. તેના હાથ પરની સુસાઈડ નોટ ઉપરાંત રીતુએ પાંચ પેજની નોટ પણ લખી જેમાં આપઘાત પાછળના કારણોનો પણ ઉલ્લેખ છે.

Image source

મૃતકે લખ્યું- ‘હું મારા સાસરિયાઓના મેણાથી પરેશાન થઈ ગઇ છું. મારા બાળપણના ગામમાં જ મારા અંતિમ સંસ્કાર થવા જોઈએ. મારા અંતિમ સંસ્કાર સુહાગનની જેમ ન કરતા. સુહાગની વસ્તુઓને અંતિમ સંસ્કારથી દૂર રાખજો. મૃતક રિતુના ભાઈ કુલદીપે કહ્યું, ‘18 ફેબ્રુઆરીએ મારી બહેનના લગ્ન દિલ્હીના દરિયાપુર ખુર્દના રહેવાસી ચેતન સાથે થયા હતા. મારી બહેન એમબીએ કર્યા પછી નોકરી કરવા માગતી હતી, પરંતુ તેના સાસરિયાઓને તે પસંદ ન હતું. બહેનનો પતિ ચેતન, જેઠ કુલદીપ, જેઠાણી શોભા અને સાસુ રમેશ દેવી તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. જેના કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.’

પરિવારનું કહેવું છે કે રિતુના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. લગ્નમાં તેમણે તેમના સ્ટેટસ કરતાં વધુ દહેજ આપ્યું હતું. તેના સાસરીયાઓ નાની નાની બાબતે દહેજ માટે તેને ત્રાસ આપતા હતા. કુલદીપે કહ્યું કે અમે અમારી બહેનને સમજાવતા હતા કે થોડા દિવસો પછી બધું સારું થઈ જશે. પરંતુ શું ખબર હતી કે તે તેના સાસરિયાઓના ટોણાથી કંટાળીને તે આત્મહત્યા કરશે.કુલદીપની ફરિયાદ પર ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશને સાસરિયા પક્ષ વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. હાલ પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે.

Shah Jina