સુહાગરાત ખત્મ થતા જ દુલ્હનનો ઉજડી ગયો સુહાગ, દુલ્હાએ કરી આત્મહત્યા, મચી ગયો કોહરામ

સુહાગરાત મનાવ્યા બાદ દુલ્હાએ કર્યો આપઘાત, જાણો શું હતુ કારણ

દેશમાંથી ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે જે સાંભળી આપણે ખૂબ જ હેરાન રહી જતા હોઇએ છીએ. ઘણીવાર આત્મહત્યાના કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એવું બન્યુ કે એક દુલ્હાએ તેની સુહાગરાત બાદ આત્મહત્યા કરી લીધી. પશ્ચિમ બંગાળના હાવડામાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હનીમૂન પૂરું થતાં જ દુલ્હનનું હનીમૂન બરબાદ થઈ ગયું હતું અને સવારે વરરાજા ફાંસી પર લટકતો જોવા મળ્યો. આ મામલો બી ગાર્ડન પોલીસ સ્ટેશન હેઠળના શાલીમાર વિસ્તારનો છે. આ ઘટના બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરિવાર અને પોલીસ આ આત્મહત્યા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં વરરાજાના મોત અંગે રહસ્ય અકબંધ છે. પરિવારની સાથે દુલ્હન પણ વિચારી રહી છે કે આખરે એવું તો શું થયું કે જેના કારણે વરરાજાએ સુહાગરાત બાદ આટલું મોટુ પગલુ ભર્યુ. આ અંગે પોલીસ પણ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, શાલીમારના રહેવાસી આદર્શ સાઓના લગ્ન 7 ડિસેમ્બરના રોજ બેરકપુરની એક યુવતી સાથે ધામધૂમથી થયા હતા. શાલીમારથી બેરકપુર સુધી 150 લોકો ગયા હતા. પરિવારના કહેવા મુજબ બંનેની સહમતિથી લગ્ન નક્કી થયા હતા. 8 ડિસેમ્બરના રોજ કન્યા તેના સાસરે પહોંચી હતી. ગુરુવારે હનીમૂન હતું અને તે બાદ શુક્રવારે સવારે બંને જાગી ગયા હતા. વરરાજાએ કન્યાને નહાવા કહ્યું, લગભગ અડધો કલાક પછી તે નાહી અને પછી રૂમમાં આવી જોયું તો તેનો પતિ ફાંસીથી લટકતો હતો. આ જોઈને ઘરમાં હોબાળો મચી ગયો હતો.

તેને નીચે ઉતારવામાં આવ્યો અને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દુલ્હને જણાવ્યું કે લગ્ન નક્કી થયા બાદ બંને છેલ્લા છ મહિનાથી સંપર્કમાં હતા અને દરરોજ ફોન પર વાત કરતા હતા. અમે બંને લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. શુક્રવારે સવારે તેણે મને ન્હાવા મોકલી. લગભગ અડધા કલાક પછી જ્યારે હું રૂમમાં આવી ત્યારે તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો. મને સમજાતું નથી કે એવું શું થઈ ગયું છે કે તેને જીવનનું સૌથી મોટુ પગલુ ભરવું પડ્યુ. આ મામલે પોલિસ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

Shah Jina