ખબર

દહેજના કારણે વધુ એક આયેશાએ પોતાનો જીવ આપી દીધો, 18 દિવસ પહેલા જે ઘરેથી થઇ હતી વિદાય એજ ઘરમાંથી ઉઠી અર્થી

આપણા દેશની અંદર દહેજનું દુષણ હજુ પણ દૂર નથી થયું, દહેજના કારણે ઘણી દીકરીઓને શારીરિક અને માનસિક યાતનાઓનો શિકાર બનવું પડતું હોય છે, તો ઘણી બહેન દીકરીઓ દહેજના ત્રાસના કારણે પોતાનો જીવ પણ ગુમાવી દેતી હોય છે.

થોડા સમય પહેલા જ અમદાવાદની આયશાએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે સાબરમતીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે હાલ બીજી એક એવી જ ખબર આવી રહી છે જેમાં દહેજના કારણે વધુ એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નવ પરણિત કન્યાના હાથમાંથી હજુ મહેંદી સંપૂર્ણ રીતે ઉતારી પણ હોતી ત્યાં દહેજ પ્રતાડન અને પોતાના પિતા સાથે થયેલા દુર્વ્યવહારના કારણે દીકરીએ ફાંસીના ફંદે લટકીના આપઘાત કરી લીધો છે. મૃતકનું નામ પ્રિયંકા છે. મરતા પહેલા તેને સુસાઇડ નોટ પણ છોડી હતી જેમાં તેના પતિ, જેઠ, સાસુ અને સસરાને જવાબદાર માનવામાં આવ્યા છે.

જાણકારી પ્રમાણે હરિયાણાના બહાદુરગઢના સેક્ટર 7માં પ્રિયંકા રહેતી હતી અને તેના લગ્ન ભીવાનીના રહેવા વાળા તીપેન્દ્ર સાથે ગયા મહિનાની 15 માર્ચના રોજ થયા હતા. તીપેંદ્ર બેંગ્લોરમાં એક્સાઇઝ ઇન્સ્પેકટરના પદ ઉપર કાર્યરત હતો.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીએ બહાદુરગઢમાં જ ઘરના એક ઓરડામાં પંખા ઉપર ફાંસીનો ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમને આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીના મોત માટે તેની સાસરીવાળા જવાબદાર છે.

પ્રિયંકાના પિતાના જણાવ્યા અનુસાર લગ્નબાદથી જ પ્રિયંકાના સાસરીવાળા દહેજ માટે તેને હરણ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમની ઉપર પ્રિયંકાની નણંદનો ફોન આવ્યો કે તેને પોતાને ત્યાં નહીં રાખી શકે. તેમની દીકરીને અહિયાંથી લઇ જાય.

ફોન ઉપર જ તેમને આ તણાવપૂર્ણ સ્થિતિનો અંદાજો લગાવી લીધો હતો. તે ફ્લાઈટમાં બેંગ્લોર ગયા અને ત્યાં પ્રિયંકાના સાસરીવાળાને ખુબ જ આજીજી કરી. પરંતુ પ્રિયંકાના સાસરીવાળાએ પ્રિયંકા અને તેના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો અને સિક્યુરિટી ગાર્ડ પાસે ધક્કા મરાવીને ગેટની બહાર કાઢી મુક્યા.

પ્રિયંકાના પિતાનું એ પણ કહેવું છે કે પ્રિયંકા તેની અને તેના પિતા સાથે થયેલા દુર્વ્યવહારને સહન ના કરી શકો અને તેને મોડી રાત્રે પોતાના રૂમમાં પંખાથી લટકી અને જીવ આપી દીધો. તો બીજી તરફ ઘટના સ્થળ ઉપર પહોંચેલા એસએચઓ જયભગવાન દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સેક્ટર-7માંથી સૂચના એક વ્યક્તિએ આપી હતી કે તેમની વિવાહિત દીકરીએ ઘરમાં જ ફાંસી લગાવી લીધી હતી. ઘટના સ્થળે પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો અને પોલીસ દ્વારા તપાસ પણ ચાલુ છે.