લગ્નમાં ના પહેર્યો માસ્ક અને ના કર્યું સોશિયલ ડિસ્ટન્સનું પાલન, આખરે વરરાજાને લગ્ન બાદ ગુમાવવો પડ્યો કોરોનાના કારણે પોતાનો જીવ

કોરોનાનું સંક્ર્મણ જે રીતે દેશની અંદર વધી રહ્યું છે તે જોતા દરેક જગ્યાએ ભયનો માહોલ છે. તંત્ર દ્વારા પણ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવા માટે સજાગ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો આ નિયમોનું પાલન નથી કરતા જેના પરિણામ પણ ઘણીવાર ખુબ જ દુઃખદ આવતા હોય છે.

આવો જ એક કિસ્સો હાલ રાજસ્થાનના જાલોરમાં જિલ્લામાં જોવા મળ્યો. જિલ્લાના બૈરઠ ગામની અંદર એક લગ્નની ખુશીઓ કોરોનાએ માતમમાં બદલી નાખી. અહીંયા કોરોના કાળમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ વરરાજા  બીમાર થઇ ગયો અને 8 મેના રોજ ગુજરાતના પાલનપુરની હોસ્પિટલમાં તેનું મોત થઇ ગયું. લગ્નના 8 દિવસ પણ નહોતા વીત્યા ત્યાં ઘરમાં હવે માતમ છવાઈ ગયો છે.

કન્યાના મહેંદીનો રંગ પણ હજુ ફીકો નહોતો પડ્યો અને પતિના મોતના સમાચાર સાંભળીને તે આઘાતમાં સરી પડી.

જાણકારી પ્રમાણે બૈરઠ નિવાસી ડુંગર સિંહ રાજપુતના પુત્ર 24 વર્ષીય શેતાન સિંહ રાજપૂતના લગ્ન 30 એપ્રિલના રોજ લગ્ન થયા હતા. તેના લગ્ન જાલોર ઉપખંડ ક્ષેત્ર રાયપુરિયા નિવાસી કૃષ્ણા કંવર સાથે થયા હતા.

30 એપ્રિલના લગ્ન થયા બાદ 1 મેના રોજ જાન પાછી બૈરઠ પહોંચી હતી. પરંતુ એ જ દિવસે શેતાન સિંહની તબિયત બગડી ગઈ હતી.

તેને જાલોર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. સીટી સ્કેન રિપોર્ટમાં કોરોનાનું સંક્ર્મણ મળવા ઉપર પરિવારજનોએ શેતાન સિંહને સિરોહી જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યો.

થોડા દિવસ સારવાર કર્યા બાદ તેની તબિયત વધારે ખરાબ થઇ તો તેને ગુજરાતના પાલનપુર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. ત્યારબાદ 8 દિવસ પછી તેને દમ તોડી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે શેતાન પરિવારનો સૌથી મોટો દીકરો હતો.

Niraj Patel