હજી તો દુલ્હનના હાથની મહેંદી પણ ગઇ ન હતી અને હનીમુન મનાવવા ગયેલ કપલ સાથે થયુ એવું કે પરિવારના માથે તૂટી પડ્યુ આભ

હનીમુન મનાવવા આવેલા નવદંપતીએ કયારેય વિચાર્યુ નહિ હોય કે પરત ફરતા સમયે શું થશે ?

દેશભરમાંથી અનેક અકસ્માતોના કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે. ઘણા અકસ્માતમાં એવી વિગત સામે આવે છે કે સાંભળીને આપણુ પણ હૈયુ કંપી ઉઠે. હાલ એવા જ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં એક નવપરિણીત યુગલનું મોત થયું હતું. ડબકૌલી ગામનો રહેવાસી વિશાલ ઉર્ફે મોહિત અને નેહાના લગ્ન આ વર્ષે 22 જાન્યુઆરીએ થયા હતા. ત્યારપછી પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ બે ત્રણ દિવસ પહેલા રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. બંનેના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા વિસ્તારના લોકોએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે ગત રવિવારે જ નવદંપતી આ વિસ્તારમાં કારમાં સવારી માટે ઘરેથી નીકળ્યા હતા અને તેઓએ રાજસ્થાનના જયપુર અને જેસલમેર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓ શુક્રવારે ઘરે પહોંચવાના હતા પરંતુ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર નગરમાં તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં નવદંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમના મોતના સમાચાર મળતા જ આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સાંજના સમયે ગામના સ્મશાનભૂમિ ખાતે પતિ-પત્નીના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. સુગર મિલ્સના ડિરેક્ટર અને અખિલ ભારતીય જાટ મહાસભાના જિલ્લા વડા ઓમપાલ મંધને જણાવ્યું કે તેમના ભત્રીજા વિશાલના લગ્ન 22 જાન્યુઆરીએ ફુસગઢ ગામની નેહા સાથે થયા હતા. તેના ભાઈનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.

પ્રતિકાત્મક તસવીર

હાલ યુવતીનો પરિવાર મંડોગઢી, ખરૌંડામાં રહે છે. હરિયાણાના ડબકૌલીના રહેવાસી સંજીવ કુમાર પુત્ર ઋષિપાલ જાટે જણાવ્યું કે વિશાલ કુમાર અને તેની પત્ની નેહા 21 ફેબ્રુઆરીએ કારમાં રાજસ્થાન ફરવા નીકળ્યા હતા. ગુરુવારે રાત્રે બિકાનેરથી નીકળીને ગામ તરફ આવીને ભોજુસર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે સામેથી એક ટ્રક ચાલકે બેફામ ઝડપે ચલાવી કારને ટક્કર મારી હતી. જેના કારણે તેના ભાઈ અને ભાઈની પત્નીનું મોત થયું હતું. સંબંધીઓના રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Shah Jina