ખબર

સુરતમાં યુવકે દશેરા ઉપર ખરીદી નવી ચમચમાતી સ્પોર્ટ્સ બાઈક, મિત્રો માટે કાજુ કતરી લેવા ગયો અને કાળ ભરખી ગયો, જાણો સમગ્ર મામલો

હજુ તો નવી બાઈક લાવી અને કંકુ ચાંદલા કર્યા હતા અને મિત્રો માટે કાજુ કતરી લેવા ગયેલા યુવાનનો થયો અકસ્માત, મળ્યું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

દેશભરમાં નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, સાથે જ આ તહેવારમાં લોકો પોતાના ઘરે નવો સામાન પણ ખરીદતા હોય છે. તેમાં પણ દશેરાનું મુહૂર્ત ખુબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો દશેરાના દિવસે નવી કાર, બાઈક ખરીદતા હોય છે.  પરંતુ સુરતમાં એક યુવક સાથે એવી ઘટના બની જે જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જશે.

સુરતના સચીનમાં આવેલા વાંઝ ગામના ભારત ફળિયાની અંદર રહેતા 27 વર્ષના ઋત્વિક લક્ષ્મણભાઈ સુરતી પણ દશેરાના દિવસે એક નવી સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. ઋત્વિક ડ્રાઈવરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને દશેરાના દિવસે જ તે પોતાની ડ્રિમ બાઈક ખરીદીને ખુબ જ ખુશ હતો. પોતાની આ ખુશી મિત્રો સાથે પણ વહેંચવા માટે તે બાઈક ઉપર જ મિત્રો માટે કાજુ કતરી ખરીદવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન ઋત્વિકની બાઈક વાંઝ ગામથી સચિન તરફ જવાના રતા ઉપર ટ્રેકટરની પાછળ લાગેલી દાંતીમાં અથડાઈ હતી, જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઋત્વિક બાઈક સાથે જ જમીન ઉપર પટકાયો હતો અને તેના ગળા તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી, જે મામલે હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.

ત્યારે ઋત્વિકના પરિવારમાં પણ આ ઘટનાને લઈને દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. જુવાન જોધ પરિવારના સભ્યને ઘુમાવતા જ પરિવારના લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તહેવારોના સમયમાં જ ઋત્વિકનું મોત થવું એ સૌના કાળજા કંપાવી દે દેવું હતું. ઋત્વિકના મિત્રો પણ આ ઘટનાને લઈને આઘાતમાં આવી ગયા છે.