ખબર

કોરોનાનો સૌથી પહેલો અજબ-ગજબ કેસ, માતા પિતા સંક્રમિત ના હોવા છતાં જન્મના 15 કલાકમાં જ નવજાત થયું સંક્રમિત, ડોકટરો પણ ચિંતામાં

કોરોનાના કેસ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સતત સામે આવી રહ્યા છે, જો કે હાલ કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું હોવાના સંકેતો પણ મળ્યા છે, પરંતુ સતત બદલાઈ રહેલા કોરોનાના આ રૂપને જોઈને નિષ્ણાતો અને ડોકટરો પણ હેરાન છે. ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક પહેલો એવો મામલો સામે આવ્યો છે જેને સૌ કોઈને હેરાન કરીને રાખી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના પાલઘરમાં જન્મના માત્ર 15 કલાક પછી જ નવજાતમાં કોરોના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. જયારે નવજાતની માતામાં કોરોના સંક્રમણના કોઈ લક્ષણો નથી. તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે, આ વાતને લઈને ડોકટરો પણ હેરાન છે.

દરશેઠ ગામની રહેવાસી મહિલાએ રવિવારના રોજ પાલઘરમાં આવેલા એક પ્રાઇવેટ નર્સીંગ હોમમાં બાળકીને જન્મ આપ્યો. જન્મના 15 કલાક બાદ જ તેનામાં કોરોના સંક્ર્મણની પુષ્ટિ થઇ હતી. જેના બાદ જવાહર તાલુકાના એક સરકારી હોસ્પિટલમાં નવજાતને ભરતી કરવામાં આવ્યું. ડોક્ટરની એક ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.

જિલ્લા ચિકિત્સા અધિકરી ડો. દયાનંદ એમ સૂર્યવંશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં નવજાત કોરોના વાયરસ સંક્રમિત થવાનો આ પહેલો મામલો છે. આ માસૂમ બાળકી જન્મતાંની સાથે જ કોરોના સામે જંગ લડી રહી છે.