...
   

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થતા હોસ્પિટલ અને પરિવારમાં મચી ગઇ અફરા-તફરી

હાલમાં જ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં આ વાતની જાણ થતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તો બાળકીને શોધવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે અને CCTV ફુટેજ પણ ચેક કરવામા આવી રહ્યા છે.

ઘટનાની વિગત એવી છે કે, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં સરસ્વતી પાસી નામની એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. તેમને અગાઉ સંતાનમાં બે દીકરીઓ છે અને તેમણે ગઇકાલે જ ત્રીજી દીકરીને જન્મ આપ્યો છે. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ આ બાલકીનું હોસ્પિટલમાંથી અપહરણ થયુ છે. હોસ્પિટલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે આ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ પોલિસે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલમાંથી આવી રીતે નવજાત બાળકીનું અપહરણ થતા સિક્યોરિટી અને બાળકની સલામતી સામે પ્રશ્નો ઊભા થયા છે. પોલિસને આ વાતની જાણ થતા તેઓએ બાળકીની તસવીર આધારે શોધ શરૂ કરી છે. તેમજ હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લાગેલ સીસીટીવી આધારે શોધખોળ શરૂ કરી છે.

બાળકીના માતા-પિતા સરસ્વતિ રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતની છે. તેઓએ પોલિસને જણાવ્યુ હતુ કે, બાળકીનો જન્મ 31 ઓગસ્ટના રોજ થયો હતો. તેમને હોસ્પિટલના ત્રીજા માાળે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે 2 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ કોઇ વ્યક્તિએ જાણ કરી હતી કે તેમની બાળકીનું અપહરણ કર્યુ છે.

Shah Jina