આખી દુનિયા જયારે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી કોરોનાનો એક પણ કેસ નથી આવ્યો. ન્યૂઝલેન્ડ હવે કોરોના મુક્ત થઇ ગયું છે અને જન જીવન પણ હવે સામાન્ય થવા લાગ્યું છે ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી પહેલા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીંડા અર્ડર્ન હિન્દૂ મંદિરોની મુલાકાતે પહોંચ્યા હતા.

જેસીંડાએ ઓકલેન્ડમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમને ભારતીય શાકાહારી ભોજન છોલે-પુરી અને દાળનો આનંદ માણ્યો હતો. 40 વર્ષીય જેસીંડાએ રવિવારના રોજ મંદિરની મુલાકાત લીધી. ત્યારે મંદિરમાં પ્રવેશતા પહેલા તેમને પોતાના ચપ્પલ પણ ઉતાર્યા હતા. તેમને મંદિરમાં પૂજામાં પણ ભાગ લીધો અને મંદિરની પ્રસાદી પણ ગ્રહણ કરી હતી.

ન્યુઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચાયુક્ત મુક્તેશ પરદેશીએ ટ્વિટ કરીને જણાવ્યું કે “6 ઓગસ્ટ 2020ના રોજ ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસીંડા અર્ડર્નની સાથે કેટલીક ખાસ પળો. તે મંદિરમાં થોડીવાર રોકાયા અને અહીંયા શુદ્ધ ભારતીય શાકાહારી ભોજન પુરી, છોલે અને દાળનો આનંદ માણ્યો, તેમને મંદિરની પૂજામાં પણ ભાગ લીધો.”
Some precious moments with Hon. PM of New Zealand @jacindaardern at @indiannewslink event on 6 Aug 2020. She paid a short visit to Radha Krishna Mandir and enjoyed a simple Indian vegetarian meal- Puri, Chhole and Daal. 🙏 pic.twitter.com/Adn25UE1cO
— Muktesh Pardeshi (@MukteshPardeshi) August 8, 2020
ન્યૂઝીલેન્ડની અંદર 19 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવવાની છે જેના પહેલા પ્રધાનમંત્રી જેસીંડા દ્વારા મતદારોને આકર્ષવા માટે ઑક્લેન્ડના બજારની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જ તેમને રાધા-કૃષ્ણ મંદિરની પણ મુલાકાત લીધી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.