ખબર

દુનિયાનો એવો દેશ જ્યાં કોવિડ થયો છુમંતર, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી- જાણો

આખી દુનિયા આજે કોરોના વાયરસના સંક્ર્મણ સામે લડી રહ્યું છે. અને હજુ સુધી તો તેની કોઈ દવા પણ શોધવામાં નથી આવી. દુનિયાના મોટાભાગના દેશો આ વાયરસ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ન્યૂઝલેન્ડ દ્વારા કોરોના ઉપર જીત મેળવી લેવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસમાં કોરોના સંક્રમણનો કોઈ નવો મામલો સામે નથી આવ્યો.

Image Source

ન્યુઝીલેન્ડમાં લોકો સામાન્ય જીવનમાં પાછા પણ ફરી ગયા છે અને કોરોનાના ડર વિના હવે તે રેસ્ટોરન્ટ અને પેક સ્ટેડિયમમાં રગ્બી જેવી રમતોમાં ભાગ પણ લઇ રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં જયારે માર્ચ મહિનાની અંદર 100 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી ત્યારે જ દેશની અંદર લોકડાઉનનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આજે દેશમાં કોરોનાના પ્રચાર પ્રસારમાં રોક લાગી ગઈ છે.

Image Source

ન્યૂઝીલેન્ડની અંદર કોરોના ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા માટે ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસીંડા અર્ડર્નના નૈતૃત્વની પ્રસંશા થઇ રહી છે. તેમને લોકડાઉન દરમિયાન લોકોને રોજ સ્થિતિની જાણકારી આપી અને કડકાઈથી લીકડાઉનના નિયમોનું પાલન કરાવી સંક્રમણનો સામનો કરવાનો વિશ્વાસ પણ અપાવ્યો.

Image Source

ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1500 મામલા સામે આવ્યા છે જેમાંથી 22 લોકોના મૃત્યુ થઇ ગયા છે. હાલમાં ન્યુઝીલેન્ડનું જન જીવન ફરી પાછું ધબકવા લાગ્યું છે. 50 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં હવે રમતોનું આયોજન શરૂ થઇ ગયું છે સાથે જ અહીંયા લોકો બાર અને રેસ્ટોરન્ટમાં પણ જઈ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.