અજબગજબ ખબર

દિવાળીમાં ન્યુઝીલેન્ડના પોલીસ કર્મીઓએ બોલીવુડના આ ગીત ઉપર કર્યો ધમાકેદાર ડાન્સ, વિડીયો જોઈને તમે પણ નાચવા લાગશો

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવ્યો,જો કે આ વર્ષે કોરોનાના કારણે આ તહેવારની મઝા દર વર્ષની જેમ ના રહી છતાં પણ લોકોએ પોતાની રીતે ખુશી ખુશી આ તહેવારની ઉજવણી કરી જરૂર.  માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ આ તહેવારની ઉજવણી અલગ અલગ અંદાજમાં કરવામાં આવી.

Image Source

હાલ સોશિયલ મીડિયા ઉપર દિવાળીની ઉજવણીનો એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ન્યુઝીલેન્ડના પોલીસ કર્મીઓ બોલીવુડના બે ગીતો ઉપર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Image Source

ન્યૂઝીલેન્ડના પોલીસ ઓફિસરોએ પોતાની વર્ધીમાં જ બોલીવુડના પ્રખ્યાત ગીત “કાલા ચશ્મા” અને “લડકી બ્યુટી ફૂલ” ગીત ઉપર ખુબ જ ઉત્સાહથી ડાન્સ કર્યો હતો. હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડીયો જોઈને ઝૂમી પણ રહ્યા છે. તમે પણ જુઓ વિડીયો..