અજબગજબ વાયરલ

આ વ્યક્તિએ લગ્નના ટિફિન સાથે મોકલી એવી વસ્તુઓ કે સોશિયલ મીડિયામાં થઇ ગઈ વાયરલ

કોરોના કાળમાં લગ્નનોની પરિભાષા બદલાઈ ગઈ, લગ્ન પ્રસંગે જે લોકોના ટોળા જોવા મળતા હતા, જે મજા માણવા મળતી હતી તે નથી મળી રહી. ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારે લગ્નો પણ થતા રહે છે, લગ્નમાં પણ મહેમાનોની સંખ્યા સરકારના નીતિ નિયમ અનુસાર જ રાખવામાં આવે છે, જેના કારણે કેટલાક લોકો ખોટું પણ લગાવી બેસે છે, ત્યારે ઘણા લોકો હવે ઓનલાઇન લગ્ન જ કરવાનું નક્કી કરે છે.

Image Source

હાલ એવા જ એક ઓનલાઇન થયેલા લગ્નની ચર્ચા ખુબ જ જામી છે, જેમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા લગ્નમાં જોડાયેલા લોકોના ઘરે ટિફિનના બોક્સ મોકલવામાં આવ્યા છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. અને આ નવા આઇડિયાને લોકો વખાણી પણ રહ્યા છે.

Image Source

કેરળના એક પરિવારે લગ્નમાં ઓનલાઇન હાજર રહેલા સંબંધીઓને લગ્નનો જમણવાર મોકલી આપ્યો. જેની અંદર દરેક મહેમાન માટે કેળાના પાન અને 4 અલગ અલગ ટિફિનમાં 12 ડીશ પણ હતી. તેની સાથે જમવાની સલાહ પણ આપેલી હતી. જેની અંદર પારંપરિક સંકૃતિનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

Image Source

આ વાયરલ થઇ રહેલી પોસ્ટને ટ્વીટર યુઝર્સ શિવાની દ્વારા શેર કરવામાં આવી છે. તેને ટ્વીટ કરતા લખ્યું છે કે, “લગ્નનું આમંત્રણ મોકલવાનો નવો ટ્રેન્ડ. લગ્નનો જમણવાર તમારા દરવાજા સુધી પહોંચી જશે.”

શિવાનીની આ ટ્વીટ ઉપર પણ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા તો એમ પણ કહેવામાં આવ્યું કે આ પહેલ ખુબ જ લાજવાબ છે. આ ટ્રેન્ડને ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.