જો આ કામ કરશો તો, 1 વર્ષની થશે જેલ અને ફાટશે 10,000 રૂપિયાનો મેમો

ટ્રાફિકના નિયમોના પાલન ન કરનાર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન નહિ કરનારને 1 વર્ષની થઇ શકે છે જેલ, સાથે જ 10 હજાર રૂપિયાનો મેમો પણ આપવો પડી શકે છે.

Image source

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ સાર્વજનિક સ્થળ પર રેસિંગ અને ફાસ્ટ વાહન ચલાવતાં પકડાતા પહેલી વખત 5000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ થઇ શકે છે અને આગળ પણ ફરી આ નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાતા 10,000 રૂપિયા અને 1 વર્ષની જેલ થઇ શકે છે.

Image source

નવા ટ્રાફિક રૂલ્સના અંતગર્ત વાહન ચાલકને પોતાના દસ્તાવેજોને મોબાઇલ પર સ્ટોર કરવા પડશે. તેનાથી તેમને કોઇપણ દસ્તાવેજ ભૌતિક રીતે પોતાની સાથે રાખવા નહી પડે. જો ટ્રાફિક પોલીસ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પછી અન્ય દસ્તાવેજ માંગે છે તો વાહન ચાલક સોફ્ટ કોપી બતાવી શકે છે.

મોટર અધિનિયમ કલમ 185 મુજબ જો તમે ગાડીમાં દારૂ પીતા પકડાઇ જાવ છો તો, આવુ કરવા પર તમને પહેલીવાર 10 હજાર રૂપિયાનો મેમો કે 6 મહિનાની જેલ થઇ શકે છે અને ફરી બીજીવાર આ જ ભૂલ કરવા પર 2 વર્ષની જેલ અને 15 હજાર રૂપિયાનો દંડ થઇ શકે છે.

નવા ટ્રાફિક રૂલ્સ અંતર્ગત વાહન ચાલકનેે તેના બધા જ દસ્તાવેજોની કોપી મોબાઇલ પર સ્ટોર રાખવી પડશે. આનાથી કોઇ પણ દસ્તાવેજ ભૌતિક રીતે તેમની સાથે નહિ રાખવા પડે.

સડક સુરક્ષા નિયમ 2020

  • નવા કાયદા હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રોડ પર ફાસ્ટ ગાડી ચલાવતાં 1,000 થી 2,000 રૂપિયાનો દંડ લાગશે.
  • રોડ સેફ્ટી રૂલ્સ હેઠળ જો કોઇ માઇનોર ગાડી ચલાવતાં પકડાય તો તેને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેની ગાડીનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને માઇનોરનું ડ્રાઇવિંગ લાઇસન્સ 25 વર્ષની ઉંમર સુધી બની શકશે નહી.
  • નવા ટ્રાફિક રૂલ્સ અંતર્ગત હવે જે લોકો ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરનારા, ટ્રાફિક જમ્પ કરનારાને, ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરનારા, ખતરનાક ડ્રાવિંગ કરનારાને અને ટ્રાફિક જામ કરનારાને ભારે દંડ ભરવો પડશે.
Shah Jina