વાહન ચાલકો માટે ખુશ ખબરી: હવે નહીં જોવી પડે ટોલ ટેક્સ ઉપર રાહ, જાણો નિયમમાં કેવો થયો બદલાવ

આપણા દેશમાં ટ્રાફિક જામ સૌથી મોટી સમસ્યા છે. અને તેમાં પણ ટોલ ટેક્સ ઉપર થતી લાંબી લાંબી લાઈનો સૌ કોઈને અકળાવી મૂકે છે, ત્યારે હાલમાં વાહન ચાલકો માટે એક મોટી ખુશખબરી આવી છે. હવે ટોલ ટેક્સ ઉપર તમારે રાહ નહિ જોવી પડે, અને જો તમે 10 સેકેંડથી વધારે રાહ જોઈ છે તો તમારે ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાહન ચાલકો માટે ટોલને સુવિધાજનક બનાવવા માટે NHAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટોલ પ્લાઝા ઉપર જો લાઈન 100 મીટરથી વધારે છે તો વાહન માલિકોએ ટોલ ચૂકવવો નહિ પડે. જેના માટે ટોલ કલેક્શન પોઇન્ટ ઉપર પણ પીળી લાઈન બનાવવામાં આવશે. તો ટોલ વસૂલનારાઓને નિર્દેશ આપવામાં આવશે કે જો ટ્રાફિક પીળી લાઈનની આગળ આવી જાય છે તો ટોલ માફ કરી દેવામાં આવે.

આ ઉપરાંત જો વાહન ચાલકને ટોલ ટેક્સની ચુકવણી કરવામાં 10 સેકેંડથી વધારે રાહ જોવી પડે છે તો આ સ્થિતિમાં પણ ટોલ ટેક્સ ફ્રી કરી દેવામાં આવશે. એવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિકના કારણે જામ ના લાગે અને વાહનોની અવર-જ્વર સામાન્ય ગતિથી ચાલતી રહે.

Niraj Patel