ખબર

કોઈએ વિચાર્યું ન હોય એવું નવું ગંભીર લક્ષણ દેખાયું, WHOએ આપી દુનિયાને ચેતવણી

પુરી દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. કોરોના હાહાકાર વચ્ચે સમગ્ર દુનિયામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાના અમુક દેશોમાં લોકોડાઉન ખુલવાની કગાર પર છે જયારે અમુક દેશોમાં કોરોનાના નવા કેસ વધતા જઈ રહ્યા છે. એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા કોરોના વાયરસને લગતી એક નવી ચેતવણી આપવામાં આવી છે.

Image Source

અત્યાર સુધીમાં વિશ્વભરના નિષ્ણાંતો દ્વારા એ જ જણાવવા માં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને ગળામાં કે છાતીમાં દુઃખાવો થવો, છીંક કે ઉધરસ આવવી જે કોરનાના મુખ્ય લક્ષણ માનવામાં આવતા હતા. પણ રિસર્સકર્તાઓના આધારે એક નવું લક્ષણ સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે વ્યક્તિને જો બોલવામાં સમસ્યા આવવાની સાથે સાથે જો ચાલવામાં પણ સમસ્યા આવતી હોય તો તે કરોનાનું જ એક લક્ષણ છે, અને તે વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે.

Image Source

WHO નું કહેવું છે કે,”કોરોના વાયસરથી પ્રભાવિત મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં સામાન્ય એવી સમસ્યા થઇ શકે છે અને તેઓ કોઈ ઈલાજ વગર ઠીક થઇ શકે છે. કોરનાના ગંભીર લક્ષણોમા શ્વાસ લેવામાં સમસ્યા અને છાતીમાં દર્દ કે દબાવ, બોલવાનું બંધ થઇ જવું કે પછી ચાલવા-ફરવામાં સમસ્યા આવવી પણ કોરોણાનું ગંભીર લક્ષણ છે.

Image Source

રિસર્ચકર્તાઓએ ચેતવણી આપીને કહ્યું છે કે જો કોઈને આવી સમસ્યા આવી રહી હોય તો તાત્કાલીક ડોક્ટરની મદદ લેવી જરૂરી છે. ડોક્ટર પાસે જતા પહેલા એકવાર હેલ્પલાઇન પર સલાહ ચોક્કસ લઇ લો. તેઓએ એવું પણ કહ્યું કે બોલવામાં સમસ્યા આવવી હંમેશા કોરોનનું લક્ષણ ન પણ હોય. ઘણીવાર અન્ય કોઈ કારણોને લીધે પણ બોલવામાં સમસ્યા આવી શકે છે. આ સિવાય અન્ય રિસર્ચ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું એક બીજું લક્ષણ મનોવિકૃતિ (Psychosis) પણ છે.

Image Source

રિસર્ચકર્તાઓના આધારે કોરોના વાયરસને લીધે દર્દીઓમાં મનોરોગ વધી રહ્યા છે, જે વ્યક્તિના આઇસોલેશનમાં રહેવાના દરમિયાન વધી શકે છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 નો પ્રકોપ હવે ભારતમાં વધતો જાય છે. ભારતમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા 90,813 થઈ ગઈ છે.

શનિવારે 1 દિવસમાં સૌથી વધારે 4,792 દર્દી વધ્યા છે તો 3,979 દર્દીને સારું થયું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 30706 થયો છે ત્યારે ગુજરાત અને તમિનાડુમાં 10 હજાર પલ્સ થઈ ગયો છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 90 હજાર 927 સંક્રમિત છે. 53 હજાર 946 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 34 હજાર 108ને સારું થઈ ગયું છે. જ્યારે 2,872 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 90,813 પલ્સ થઇ ગયો છે. નવાઈની વાત એ છે કે 80,000 કેસથી 90,000 થવામાં માત્ર 2 દિવસનો સમય લાગ્યો. શનિવારે શુક્રવાર કરતા 1,100 કેસ વધુ નોંધાયા. શનિવારે નોંધાયેલા નવા કેસો સાથે ગુજરાત રાજ્યના કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો. 30,706 કેસ સાથે મહારાષ્ટ્ર પછી ગુજરાત અને તામિલનાડુ 10,582 કેસ સાથે ત્રીજા નંબર પર છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0 પૂરું થશે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં શુક્રવારે નવા 1057 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 10988 થઈ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.