ખબર

સાવધાન: ભારતમાં થઇ ચુકી છે કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, નિષ્ણાતોએ આપી દીધી ધ્રુજાવનારી ચેતવણી, જુઓ

કોરોનાનો ધડાકો:નિષ્ણાંતે થથરાવી દે તેવી ચેતવણી દીધી, જાણો ફટાફટ

કોરોનાથી એક તરફ દુનિયા રાહતનો શ્વાસ લેવા જઈ રહી છે ત્યારે છેલ્લા થોડા સમયથી આવતા કોરોનાના નવા સ્ટ્રેને દુનિયાભરની ઊંઘ ઉડાવી મૂકી છે. હાલ ભારતમાં પણ કોરોનાના આ નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળતા પરિસ્થિતિ ગંભીર બનવાના સંકેતો મળી રહ્યા છે.

Image Source

બ્રિટેન, સાઉથ આફ્રિકા અને મિડલ ઇસ્ટ બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પગ પસારતો જોવા મળી રહ્યો છે. ભારતની અંદરથી કોવિડ-19 વાયરસના બે નવા સ્ટ્રેનની ઓળખ થઇ છે.

Image Source

PGIMER ચંદીગઢના ડાયરેક્ટરે એ વાતની આશંકા જતાવી છે કે દેશની અંદર કોરોનાનો આ નવો સ્ટ્રેન વધારે સંક્રમિત બની શકે છે.તેમને જણાવ્યું કે ભારતમાંથી મળી આવેલો નવો કોરોના સ્ટ્રેન (યુકે સ્ટ્રેન) વધારે ઘાતક છે. આ નવો સ્ટ્રેન વધારે સંક્રમિત થઇ શકે છે.”

Image Source

SAR4-CoV-2ના N440K અને E484Q સ્ટ્રેન મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં મળી આવ્યા છે. પરંતુ કોરોનાના વધતા જતા નવા વેરિએંટ સાથે તેનો કોઈ સીધો સંબંધ નથી. કોરોના વાયરસના આ નવા વેરિએંટના જિનોમ સંરચના પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.

AIIMS દિલ્હીના નિર્દેશક રણદીપ ગુલેરિયાની ચેતવણી, કહ્યું: “દેશમાં આવેલો કોરોનાનો નવા સ્ટ્રેન સામે લડાઈ કઠિન, ચેતવણી સ્વરૂપે જણાવ્યું કે એન્ટિબોડી ડેવલોપ કરી ચૂકેલા લોકોને પણ ખતરો !!! રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા કેસ 300થી પણ વધારે આવ્યા હતા અને ગઈકાલે રાજ્યમાં કુલ કોરોનાના નવા 348 કેસ નોંધાયા હતા અને 294 દર્દી સ્વસ્થ થયા હતા.

કોરોના માંડ કાબુમાં આવ્યો હતો અને હવે ફરી કોરોનાએ તરખાટ મચાવ્યો છે ગઈકાલે નોંધાયેલ કુલ કેસમાં અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા, અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 1786 કેસ છે. જેમાના 35 દર્દીઓ વેન્ટિલેટર છે.