ખબર

સુરતમાં કોરોનાના નવા બ્રિટેન સ્ટ્રેનના પાંચ કેસ મળી આવતા ફફડાટ, મ્યુનિસપિલ કમિશ્નરે જણાવ્યું, “તાવ જ નહિ આ લક્ષણો દેખાય તો પણ ટેસ્ટ કરવો”

તાવ જ નહીં જો તમને આ લક્ષણો દેખાય તો પણ કોરોના ટેસ્ટ કરાવી લેજો

કોરોનાનો વધતો જતો વ્યાપ સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના ઢગલા બંધ કેસ સામે આવી રહ્યા છે. એમાં પણ બ્રિટેનનો નવો કોરોના સ્ટ્રેન મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

સુરતમાં આ કોરોનાના નવા સ્ટ્રેનના 5 કેસ સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં પણ ફફડાટ છે, ત્યારે આ બાબતે સુરત મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા વખતો વખત સૂચનાઓ આપવામાં આવ્યા છે.

Image Source

સુરત મનપા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શરીરમાં થોડી પણ નબળાઈ લાગે તો પણ કોરોના ટેસ્ટ કરાવી લેવો. આ ઉપરાંત તેમને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે પણ લોકોને જણાવ્યું છે.

Image Source

કોરોનાના સામાન્ય લક્ષણોની અંદર લોકોમાં તાવ જોવા મળી રહ્યો હતો, પરંતુ આ નવા સ્ટ્રેનના લક્ષણો પણ અલગ અલગ સામે આવે છે, ઘણા લક્ષણો તો એકદમ નવા જ સામે આવે છે, જે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે.

Image Source

નવા સ્ટ્રેનની અંદર અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે, જેવા કે હાથની આંગળીઓ ફિક્કી પડી જવી, પગના ટેરવા ફીક્કા પડવા, ખંજવાળ આવવી, શરીરમાં કળતર, દુઃખાવો થવો, આંખ લાલ થવી, ગળામાં દુઃખાવો થવો, ડાયેરિયા થઇ જવા, પેટ દુખવું, માથું દુખવું જેવા લક્ષણો સામે આવી રહ્યા છે.

Image Source

હાલ કોરોનાની લહેર અમદાવાદ કરતા પણ વધારે સુરતમાં જોવા મળી રહી છે. અમદાવાદ કરતા પણ સુરતમાં વધારે કેસ સામે આવી રહ્યા છે. અને તેમાં પણ કોરોનાનો આ નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના નવા 476 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ નોંધાયા છે.