ખબર

અમેરિકામાં ફેલાઈ રહી છે આ નવી બીમારી, 400થી પણ વધારે લોકો છે બીમાર, કારણ જાણીને ચોંકી ઉઠશો

કોરોના વાયરસ બાદ હવે અમેરિકાના ઘણા રાજ્યોની અંદર એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ બીમારી ફેલાવવાનું કારણ છે કે લાલ અને પીળી ડુંગળી.  આ બીમારીના કારણે અત્યારસુધી અમેરિકાના 34 રાજ્યોમાં 400થી પણ વધારે લોકો બીમાર થઇ ગયા છે. અમેરિકી સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર્સ ફોર ડીસીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા લોકોને ડુંગળી ખાવાને લઈને સાવચેતી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે.

Image Source

અમેરિકાના ઘણા રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીમાંથી સેલ્મોનેલા બેકટેરિયાનું સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે. ત્યાં CDCએ જણાવ્યું છે કે શરૂઆતી મામલા 19 જૂનથી 11 જુલાઈ વચ્ચે સામે આવ્યા હતા. થોમસન ઇન્ટરનેશનલ લાલ, સફેદ,પીળી અને મીઠી ડુંગળીને પાછી મંગાવી લેવામાં આવી છે. આ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી કોઈપણ ડુંગળીને ખાવાની કે ઘરમાં રાખવાની જરૂરિયાત નથી.

આ બેક્ટેરિયાના કારણે જયારે તમે બીમાર થાવ છો ત્યારે ડાયરિયા, તાવ અને પેટ દર્દ જેવા લક્ષણો દેખાય છે. તેના લક્ષણો 6 કલાકથી લઈને 6 દિવસમાં ગમે ત્યારે દેખાઈ શકે છે.

Image Source

સૈલમોનીયા બેકટીયાના કારણે વધારે પડતું સંક્ર્મણના મામલા 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારે ઉંમરના વૃધ્ધોમાં દેખાય છે. વધારે ગંભીર સંક્ર્મણ થાય છે તો તેની અસર આંતરડા ઉપર પડે છે.

Image Source

ડુંગળીના કારણે ફેલાઈ રહેલા આ સંક્ર્મણના કારણે અમેરિકા અને કેનેડામાં સપ્લાઈ કરવા વાળી કંપની થોમસન ઇન્ટરનૅશનલને કહેવામાં આવ્યું છે કે “તેમને એ વાતનું ભાન છે કે તેમના કારણે બીમારી ફેલાઈ રહી છે. જેના કારણે તેમને જ્યાં પણ ડુંગળી મોકલી હતી ત્યાંથી પાછી મંગાવી લીધી છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.