ખબર

ગુજરાતમાં પાન-મસાલાના શોખીનો માટે આવ્યા ખરાબ સમાચાર, નિયમો બદલાઈ ગયા જલ્દી વાંચો

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે જેને લઈને સરકારો દ્વારા અલગ અલગ નિર્ણય લેવામાં આવતા હોય છે. ગુજરાતમાં પણ આ વાયરસે કાળો કહેર વર્તાયો છે જેને લઈને ગુજરાત સરકાર પણ કેટલાક નિયમોમાં કડકાઈથી પાલન કરાવી રહી છે.

Image Source

ગુજરાત સરકાર દ્વારા પાન મસાલાને લઈને પણ એક કડક નિયમ કરવામાં આવ્યો હતો જેમાં કોઈ વ્યક્તિ પાન-માવા ખાઈને ગલ્લાંની બહાર પિચકારી મારે તો ગલ્લાવાળાને રૂપિયા 10 હજારનો દંડ ભરવાનો રહેશે, આ બાબતને લઈને પાન-માવાનું વેચાણ કરનાર દુકાન તેમજ ગલ્લા ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

Image Source

ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે: “છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 હજારનો દંડ અને 200 રૂપિયાની પેનલ્ટી પાનના ગલ્લાવાળા પર નાખવામાં આવે છે તેમજ ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા દ્વારા આ રીતે આરોગ્ય લક્ષી પગલાં માત્ર પાનના ગલ્લાવાળાઓ પર જ લેવાતા હોય એ પ્રકારના વિવાદો ઊભા થયા છે. જેને લઈને સમગ્ર ગુજરાતના પાન-મસાલા ઓનર્સ એસોસિએશન દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે આવતીકાલથી (શનિવારથી) દરેક પાન-મસાલાના ગલ્લાવાળાઓ પાર્સલ પેક જ આપશે.”

Image Source

આ નિર્ણયના કારણે પાનના ગલ્લે માવો કે પાન લેવા આવનાર વ્યક્તિને સીધું પરસાળ જ આપવામાં આવશે, તેમજ ગલ્લા ઉપર માવા પણ હાજર સ્ટોકમાં જ બનાવી રાખવામાં આવશે જેના કારણે ગલ્લા ઉપર ભીડ જામશે નહીં અને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ પાલન થશે.

Image Source

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. જેને પગલે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને આ નિર્ણય લીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.