IPL 2020ની શરૂઆત જાણે આજથી જ થઇ ગઈ હોય એમ લાગે છે, આજથી જ ખેલાડીઓની બોલી લગાવવાની શરૂ થવાની છે ત્યારે IPLના નિયમોમાં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે. જે નિયમન કારણે ફ્રેન્ચાઇઝી તેમજ ખેલાડીઓને ફાયદો થવાનો છે.

IPLની લોકપ્રિયતા ભારતમાં છે તેટલી જ વિદેશોમાં પણ જોવા મળે છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ દરવર્ષે આઈપીએલની કાગડોળે રાહ જોતા હોય છે. IPLની શરૂઆતથી અત્યાર સુધી નિયમોમાં પણ ઘણા બદલાવ થતા જોવા મળ્યા છે તો આવનાર નવી સીઝન માટે પણ એક મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે જેના કારણે ખેલાડીઓમાં ખુશી વ્યાપેલી છે.

આઈપીએલની 13મી સીઝનમાં એક મોટો બદલાવ જોવા મળશે, આ સીઝનમાં પહેલી વખત કૈપ્ડ (આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરી ચૂકેલા) ખેલાડીઓ પણ આ સીઝનની મધ્યમાં ટ્રાન્સફર થઇ શકશે. આમાં ભારતીય અને વિદેશી બંને ખેલાડીઓ સામેલ થઇ શકશે. ગઈ સીઝનમાં ફૂટબોલની જેમ જ સીઝનની મધ્યમાં અનકૈપ્ડ (આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ના કરવાવાળા) ખેલાડીઓના ટ્રાન્સફરની શરૂઆત કરવામાં આવી હતી. તે સમય આ ખેલાડીઓમાં 5 દિવસનો વિન્ડો રાખવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે અનકૈપ્ડ ખેલાડીઓની સાથે સાથે કૈપ્ડ ખેલાડીઓ પણ સીઝનની મધ્યમાં ટ્રાન્સફરનો ભાગ બની શકશે. આ નિયમમાં એક શરત પણ રાખવામાં આવી છે. ખેલાડીઓને સીઝનની મધ્યમાં એટલેક 28 મેચો દરમિયાન જ ટ્રાન્સફર કરી શકાશે. જેની સાથે ખેલાડીએ પાછલી ટીમની અંદર ઓછામાં ઓછી બે મેચની અંદર પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોવો પણ જરૂરી છે.

ખેલાડીઓનું આ ટ્રેડિંગ ફ્રેન્ચાઈઝીઓની વચ્ચે થશે અને પૈસા નિલામીના પર્સથી અલગ આપવામાં આવશે. ખેલાડીઓને ખરીદનાર ફ્રેન્ચાઇઝીએ ટ્રેડિંગની જાણકારી પણ આઈપીએલને આપવાની રહેશે. ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયનના કેપ્ટ્ન રોહિત શર્મા અને હેડ કોચ મહિલા જયવર્ધનેએ પણ મીડ સીઝન ટ્રાન્સફરના નિયમના વખાણ કર્યા હતા. જો કે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ આ ટ્રેડિંગ વિન્ડોનો ઉપયોગ કર્યો નહોતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.