સુરતના વરાછામાં સાસુની હત્યા કરનાર પુત્રવધુએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ- પતિ મારો મોબાઈલ…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં જ ગઇકાલના રોજ સુરતમાંથી સાસુની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 5 મહિનાના બાળક સાથે વહુને પિયર આસામ જવુ હતુ અને તેને સાસુએ આ વાતની ના કહેતા તેની હત્યા કરી નાખી. આ ઘટનામાં વહુ સાથે તેનો ભાઇ પણ સામેલ હતો. ત્યારે આ કિસ્સામાં હવે નવી અપડેટ સામે આવી છે. વરાછામાં રહેતી મૂળ આસામની પુત્રવધુએ તેના ભાઈ સાથે મળીને તેની જ સાસુની હત્યા કરી હતી. પોલીસને હત્યાની જાણ થતા આરોપી પુત્રવધુની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે પુત્રવધુએ પતિ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હેરાનગતી અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.આ ઉપરાંત સાસુની હત્યા કેવી રીતે કરવામાં આવ્યુ તે પણ સામે આવ્યુ છે. લંબે હનુમાન રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંદિપ સરવૈયાએ ચારેક વર્ષ પહેલા મૂળ આસામની દિપીકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દિપીકાનો તેની સાસુ સાથે મોબાઈલ ફોન બાબતે ઝગડો થયો હતો. તેણે તેના પતિને ફોન કરી તે બાબતે જાણ પણ કરી પરંતુ સંદીપે દીપિકા સાથે ઝઘડો કર્યો અને તેના ભાઇ સાથે પણ ઝઘડો કર્યો.

Image source

પતિ સંદીપ તેની પત્ની દીપિકા પર શંકા કરતો હતો અને તેને કારણે ઘણીવાર તેમની વચ્ચે ઝઘડા પણ થતા હતા. પતિ સંદિપે બે દિવસ પહેલા તેની માતા વિમળાબેન અને પત્ની દિપીકાને તેના વતન નેસડી ગામે મોકલી દેવાની નક્કી કર્યું હતું.તેથી જ દિપીકાએ પિયરે જવાનું નક્કી કર્યું. શનિવારે રાત્રે સંદિપ નોકરી પર ગયો ત્યારે રવિવારે જ્યારે સવારે દિપીકાની સાસુ વીમળાબેન સુતેલા હતા ત્યારે તે બંને ભાઈઓ સાથે સામાન પેક કરીને જવા નીકળી રહી હતી .

ત્યારે જ સાસુ જાગી ગયા અને તેઓએ દિપીકાને પકડવા જતાં વહુએ સાસુની આંખમાં બામ નાખી દીધો અને સાસુએ બુમાબમ કરતા તેનું મોઢું ઓશિકાથી દબાવી દીધું હતું. ત્યાર બાદ સાસુએ હાલવા-ચાલવાનું બંધ કર્યું હતું. ત્યારે દિપીકાએ વિચાર્યું કે થોડા સમયમાં સાસુ જાગી જશે તો પતિને ફોન કરશે તેથી સાસુના હાથ પગ બાંધી દીધા હતા.

Shah Jina