જ્ઞાન-જાણવા જેવું

એસી-કૂલરને ભૂલી જાઓ, આ પ્લાસ્ટિક કરી દેશે ઓરડાને ઠંડો!!! ઘરનું બિલ પણ બચી જશે ..

ભીષણ ગરમીથી બચવા માટે હવે તમારે એસી કે કૂલરની જરૂર નહિ પડે. અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ એક એવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે બારી-બારણા પર લગાવતા જ ઓરડાનું તાપમાન બહારના તાપમાનથી 20 ટકા ઓછું થઇ જશે.આ પ્લાસ્ટિક ઘરને કરી દેશે ઠંડુ
કોલોરાડો યુનિવર્સીટીના બે વૈજ્ઞાનિકો રોંગ્ગૂઈ યેંગ અને જિયાબો યિનનો દાવો છે કે તેઓએ એક એવી ફિલ્મ એટલે કે પ્લાસ્ટિક રેપ તૈયાર કરી છે કે જેને મકાન પર લગાવવાથી તેમની અંદરનું તાપમાન ઠંડુ રહે છે. આ ફિલ્મ રેડીએટીવ કૂલિંગ પ્રોસેસ દ્વારા કામ કરશે. તેમના દાવા મુજબ, આ ફિલ્મના ઉપયોગમાં કોઈ વીજળી ખર્ચ નહિ થાય. ફિલ્મને ઇમારત, ઓફિસ, ઘરમાં લગાવી શકાય છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ફિલ્મના ઉપયોગથી ઓરડાનું તાપમાન ઘણું ઓછું કરી શકાય છે જેનાથી અમને ઠંડકનો અહેસાસ થશે.આ રીતે થયું નિર્માણ
માહિતી મુજબ, આ ફિલ્મ પોલિમયથયલપેન્ટન નામના પર્દાર્થથી બનાવવામાં આવી છે. જેમાં કાચના નાના-નાના ટુકડાઓ ભેળવવામાં આવ્યા છે. આ ફિલ્મની એક તરફ સિલ્વરની કોટિંગ કરવામાં આવી છે જે સૂરજની કિરણોને રિફ્લેક્ટ કરવાનું કામ કરશે. વૈજ્ઞાનિકોની વાત માનીએ તો 20 ચોરસ મીટરની એક ફિલ્મ, એક ઘરનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ પર લાવી શકે છે, જો બહારનું તાપમાન 40 ડિગ્રીથી ઓછું હોય તો. આ ફિલ્મને રોલ-ટુ-રોલ ટેક્નિકથી પણ તૈયાર કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો આ એક ચોરસ મીટરની ફિલ્મ લગભગ 50 અમેરિકન સેન્ટમાં મળશે.ગ્લોબલ વોર્મિંગથી બચાવ થશે
વિશ્વભરમાં જેટલી ઝડપથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે એ જોતા આ ફિલ્મ કારગર સાબિત થઇ શકે છે. એસી કે કૂલર જેવા ઉપકરણો માટે વીજળીની જરૂર પડે છે પરંતુ આ ફિલ્મ વીજળી વિના જ ઘરને ઠંડુ કરી દેશે. એક અનુમાન અનુસાર, અમેરિકાની 6 ટકા વીજળી એરકંડીશનીંગમાં જ વપરાય છે અને વીજળીનો આટલો જ વપરાશ લગભગ બધા જ વિકસિત દેશોમાં થાય છે. એરકંડીશનીંગ મશીનોનું પૃથ્વીનું તાપમાન વધારવામાં ખાસ યોગદાન છે. આ ફક્ત તાપમાન જ નથી વધારતું પણ ઘણા પ્રકારના ખતરનાક ગેસ પણ ઉત્સર્જિત કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks