ખબર

વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, ચિકનથી ફેલાઈ શકે છે આગળનો વાયરસ, અડધી દુનિયાને કરી શકે ખત્મ- જાણો વિગત

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે વધુ એક વાયરસ ખતરનાક સાબિત થઇ શકે છે.અમેરિકાના એક જાણીતા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ચિકન ફાર્મ હાઉસમાં પેદા થનારો વાયરસ કોરોના વાયરસથી વધારે ખતરનાક હશે. જે દુનિયાની અડધિ વસ્તીને ખતમ કરી શકે છે.

Image source

અમેરિકાના પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ માઇકલ ગ્રેગરે તેની આગામી નવી પુસ્તકમાં આવા વાયરસનો ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે, ચીનના વુહાનમાં વિવાદિત વાઈરોલોજી લેબના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ પણ દાવો કર્યો હતો કે નોવલ કોરોના વાયરસ કંઈ નથી, સજીવોમાં ઘણા ખતરનાક વાયરસ છે. જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

Image source

એક જાણીતા અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે મોટા પાયે ચિકન ફાર્મિંગને કારણે આગામી સમયમાં તમામ માનવજાત જોખમમાં મુકાઈ શકે છે. તેમણે કહ્યું છે કે ચિકન ફાર્મમાંથી ખતરનાક વાયરસ બહાર આવવાનો ભય છે, જે વિશ્વની અડધી વસ્તીને સાફ કરી શકે છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ ડોક્ટર માઇકલ ગ્રેગોર કહે છે કે મરઘાંમાં આ રોગ માણસ માટે કોરોના વાયરસ કરતા વધુ જોખમી સાબિત થઈ શકે છે. ચાનોવેલ કોરોના વાયરસ વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 3 લાખ 65 લોકોના જીવ લઇ ચુક્યો છે.

માઇકલ ગ્રેગોર દ્વારા આ આગાહીનો રિપોર્ટ ડેઇલી મેઇલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ચીનના વુહાનમાં માર્કેટમાંથી કોરોના વાયરસના ચેપના અહેવાલો પછી વિશ્વભરમાં આવા જંગલી પ્રાણીઓના બજારો બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Image source

કે, તેમણે તેમના પુસ્તકમાં મરઘાં ઉછેરની પદ્ધતિઓમાં સુધારો કરીને કોઈપણ જીવલેણ રોગનો ફેલાવો થવાનું જોખમ ઘટાડવાનું સૂચન પણ કર્યું છે. તેમના કહેવા મુજબ, મોટી સંખ્યામાં ચિકન ખૂબ ઓછી જગ્યામાં રાખવાના કારણે તેઓ તેમની પાંખો પણ ફેલાવી શક્યા નહીં. આસાથે જ તેમની પોતાની ગંદકીમાં જીવવાને કારણે એમોનિયાનું સ્તર પણ ખુબ જ વધે છે. જે ગંભીર રોગના ચેપ માટે એકદમ અનુકૂળ વાતાવરણ બનાવે છે.
જે ગંભીર રોગના ચેપ માટે એકદમ અનુકૂળ વાતાવરણ બનાવે છે.

Image source

આ સાથે જ કહ્યું હતું કે, જેટલી વધારે સંખ્યામાં જાનવર એકઠા થશે તેઠલો જ વાયરસ વચ્ચે ઘૂમતો રહેશે. ચિકનના મામલે તે તેના ફેફસામાં છુપાવીને રહી શકે છે. જે કયારે પણ મહામારીઆ રૂપમાં વિસ્ફોટ થઇ શકે છે. આ સાથે જ તેને કહ્યું કે, પોલ્ટ્રીને નાના-નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યા છે. આ માટે તેને સ્વચ્છ વાતાવરણ પણ મળશે. જેનાથી વાયરસ ફેલાવવાનો ખતરો ઓછો થઇ શકે છે. તેનું કહેવું છે કે, જો આવું થઇ પણ જાય તો ડિઝાસ્ટર રોકવા માટે કાફી નથી. કારણકે માણસ અને છીંક વચ્ચે ત્યાં સુધી રહેશે ત્યાં સુધી મહામારીની તલવાર લટકેલી રહેશે. આ સાથે જ તેને કહ્યું હતું કે, જ્યાં સુધી પોલ્ટ્રી રહેશે ત્યાં સુધી વૈશ્વિક મહામારી રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.