નવા નટુ કાકાને જોઈને ચોંકી જશો, ફેન્સમાં ખુશીનો માહોલ….મળી લો નવા નટુકાકાને

સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષોથી ટીવી પર પ્રસારિત થઈ રહી છે અને તેના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે પછી એ જેઠાલાલ હોય દયાબેન હોય કે પછી નટુકાકા અને બાઘા…તારક મહેતાના પ્રેક્ષકો અને શોના કલાકારો પણ નટુકાકાના પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા હતા, તેથી હવે નિર્માતાઓએ નવા નટુકાકાની શોધ પૂર્ણ કરી લીધી છે. આ પાત્ર હવે થોડા જ સમયમાં શોમાં જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ દર્શકોને નવા નટુ કાકાનો પરિચય કરાવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી નવા નટુકાકાની ઝલક બતાવવામાં આવી હતી. આ ઉપરાંત યૂટયૂબ પર વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં અસિત મોદી સાથે ઉભેલી વ્યક્તિ હવે શોમાં નટુકાકાનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલે કે આ શોમાં ફરી એકવાર કાકા-ભત્રીજા એટલે કે બાઘા અને નટુકાકાની જોડી જોરદાર રંગ જમાવતી જોવા મળશે. ગડા ઈલેક્ટ્રોનિક્સ પણ ખુલી ગયું છે એટલે નટુકાકા વગર દુકાન અધૂરી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફાઈનલી હવે તે ઘડી આવી ગઈ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ લોકપ્રિય શોમાં ફેન્સ નટુકાકાને ખૂબ મિસ કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયકના અવસાન પછી આ પાત્ર શોમાં ગાયબ હતું, પરંતુ હવે 9 મહિના પછી આખરે નવા નટુકાકાની એન્ટ્રી થઈ છે. પણ આ શું… કોણે વિચાર્યું હતું કે નટુકાકાના પાછા ફરવાથી આટલી બધી ધમાલ મચી થશે.

હાલ ગડા ઈલેક્ટ્રોનિકસનું તાજેતરમાં પુનઃ ઉદઘાટન કરવામાં આવ્યું છે, તે સૌ કોઈ જાણે છે. પણ ઉદ્ઘાટન થતાં જ જેઠાલાલના માથે મોટી સમસ્યા આવી ગઈ છે. હવે બન્યું કઈંક એવું કે કોઈને પાંચ લાખ રૂપિયાની જરૂર હતી એટલે જેઠાલાલે એ ૫ લાખ રૂપિયા દુકાનમાં રાખ્યા, પણ રાત્રે ચોરી ન થાય તે માટે એ ૫ લાખ રૂપિયા તેણે ફ્રિજમાં છુપાવીને રાખ્યા. રાત્રે, જેઠાલાલ પછી, કોઈનો ફોન આવે છે કે તેની દુકાનમાં ચોર છે. જ્યારે ગોકુલધામના રહેવાસીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે તે બીજું કોઈ નહીં પણ નટુકાકા છે જેને જોઈને બધા દંગ રહી જાય છે.

શોના ઘણા મોટા મોટા એક્ટરે શોને અલવિદા કહી દીધું છે. અલગ-અલગ કારણોસર શો છોડી ચૂકેલા આ કલાકારોના કારણે શોની ટીઆરપી પર પણ અસર પડી હતી, ત્યારબાદ હવે મેકર્સે તે પાત્રોની વાપસી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. હાલ નટુકાકા આવી ગયા છે, જેના કારણે ખુશીની લહેર છે, જ્યારે હવે દયાબેન પણ ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવાના છે. બીજી તરફ, દિશા વાકાણી આ પાત્ર ભજવશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે, પણ હવે અસિત મોદીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને પરત કરશે.

YC