મોહમ્મદ બિન સલમાન પર ગુસ્સે ભરાયા મુસલમાનો, શું સાઉદી અરબમાં બનાવી રહ્યા છે નવું કાબા ? મુરબ્બા શહેરની ડિઝાઇનનો વીડિયો વાયરલ, જુઓ

સાઉદી અરબમાં નિર્માણ પામી રહેલા આ શહેરનો વીડિયો જોઈને આંખે અંધારા આવી જશે.. આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય નજારો, જુઓ વીડિયો

સાઉદી અરેબિયા હવે તેની અર્થવ્યવસ્થામાંથી તેલની નિર્ભરતાને દૂર કરવા માંગે છે. સાઉદી સરકાર વિશ્વભરમાંથી વધુને વધુ રોકાણ આકર્ષવા માંગે છે. અગાઉ તેણે લાઇન સિટી નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હવે સાઉદી સરકારે દેશની રાજધાની રિયાધમાં ન્યુ મુરબ્બા નામનું શહેર બનાવવાનું નક્કી કર્યું છે.

આ શહેરનું વિશાળ માળખું હશે, જે શહેરનું કેન્દ્રબિંદુ હશે. વીડિયો જોઈને ખબર પડે છે કે તે પોતાનામાં એક શહેર જેવું છે. આ વિશાળ માળખું રિયાધ શહેરમાં કરવા માટે સૌથી આકર્ષક વસ્તુઓમાંથી એક હશે. શહેરની વચ્ચોવચ બનાવવામાં આવનાર સ્ટ્રક્ચરનું નામ મુકાબ હશે. સરકારે આ શહેરના પ્રમોશનને લગતો એક વીડિયો પણ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ એક ઘન આકારનું માળખું છે જે ખોખલું હશે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેનું કામ શરૂ થઈ ગયું છે. જાણકારી અનુસાર, તેમાં ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં 20 ગણી વધુ જગ્યા હશે. આ પ્રોજેક્ટમાં એક મ્યુઝિયમ, ટેક્નોલોજી અને ડિઝાઇન યુનિવર્સિટી, એક બહુહેતુક થિયેટર અને 80થી વધુ મનોરંજન અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થશે.

ન્યુ મુરબ્બા શહેરમાં 25 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુની ફ્લોર સ્પેસ છે. તેમાં 104,000 રહેણાંક એકમો પણ છે. અહીં 9,000થી વધુ હોટલ રૂમ હશે. અહીં 9.80 લાખ ચોરસ મીટર રિટેલ સ્પેસ, 14 લાખ ચોરસ મીટર ઓફિસ સ્પેસ, 6.2 લાખ ચોરસ કિલોમીટર લીઝ્ડ સ્પેસ હશે. શહેરની પોતાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે અને એરપોર્ટ પર ચારે બાજુથી 20 મિનિટમાં પહોંચી શકાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ શહેર 2030 સુધીમાં તૈયાર થઈ જશે. એક વર્ષ પહેલા ફ્યુચર સિટી લાઇનની જાહેરાત કરવામાં આવી હતી તે પછી આ જાહેરાત કરવામાં આવી છે. કેટલાક લોકો આ શહેરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તો કેટલાક લોકો તેના વિશે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે તેને પવિત્ર કાબાની જેમ બનાવવામાં આવી રહ્યું છે.

મિર્ઝા બેગ નામના ટ્વિટર યુઝરે પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા જાહેર કરાયેલા વીડિયો પર લખ્યું, “ફિતના અને દજ્જલની સાઉદી ભૂમિ.. હવે કાબા જેવી બીજી વસ્તુ બનાવી રહી છે જેને મુકાબ કહેવાય છે.” જેના જવાબમાં એક યુઝરે લખ્યું કે અમે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, એટલા માટે તમે રડી રહ્યા છો. જો આ ફીતના છે તો મારે તે જોઈએ છે.

Niraj Patel