હવામાન વિભાગની ભયંકર આગાહી ,આ તારીખે આવી રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ. . .

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે લો પ્રેશરની શ્રેણી સુધી પહોંચી શકે છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે હજુ કહી શકાય તેમ નથી. પરંતુ આ વ્યવસ્થા ગુજરાતને અસર કરી શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો 13-14થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો તબક્કો આવી શકે છે.

આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે. છોટાઉદેપુર, ખેડા અને વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે. દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદ થશે. અમદાવાદમાં પણ હળવા વરસાદનું વાતાવરણ રહેવાનો અંદાજ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ અને બંગાળની ખાડીમાં હળવા દબાણને કારણે ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળ્યો છે.

હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસની નવી આગાહી જાહેર કરી છે. આગામી અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સપ્ટેમ્બરમાં આજે અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 52 ટકા વધુ વરસાદ થયો છે. જેમાં ગુજરાત વિભાગમાં 29 ટકા અને સૌરાષ્ટ્ર વિભાગમાં 84 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આ નવી આગાહી મુજબ, નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં સ્થાનિક વહીવટી તંત્રસજ્જ રહે તે અત્યંત આવશ્યક છે. નાગરિકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ બિનજરૂરી બહાર ન નીકળે અને સતત હવામાન અપડેટ્સ મેળવતા રહે. આ પરિસ્થિતિમાં સમુદાયની સુરક્ષા અને સલામતી સર્વોપરી છે.

Swt