ખબર

અમરેલીમાં દીકરાએ મોબાઈલની જીદ કરી અને….અચાનક આત્મહત્યા કરી- જાણો સમગ્ર ઘટના

દરેક માં-બાપ સાવધાન: 19 વર્ષના દીકરાએ જીદ કરી અને પપ્પાએ એવું કહ્યું કે…દીકરાએ કરી આત્મહત્યા…

આજકાલ લોકોને મોબાઈલનું ગાંડુ વળગણ વળગ્યું છે, આજે મોટાભાગના લોકો પાસે સારા સારા મોબાઈલ છે, ખાસ કરીને યુવા વર્ગ સારા સારા મોબાઈલ પ્રત્યે વધારે આકર્ષિત થાય છે તો ઘણા યુવાનો મોબાઈલ ઉપર ઓનલાઇન ગેમના રવાડે પણ ચઢી જાય છે, જેના ઘણા ગંભીર પરિણામો પણ આપણે આવતા જોયા છે, ત્યારે હાલ એક ઘટના બગસરામાંથી પણ સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાની આસોપાલવ સોસાયટીમાં રહેતા 19 વર્ષના યુવાન પ્રિન્સસિંહ મયુરભાઈ ચાવડાએ તેના પિતા પાસે નવો મોબાઈલ લેવા માટે જીદે ચઢ્યો હતો, તેના પિતાએ તેને એક માસ બાદ મોબાઈલ લાવી આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ દીકરાને આ બાબતે લાગી આવતા તેને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રિન્સ તેના પિતા પાસે અવાર નવાર નવો મોબાઈલ લેવા માટેની માંગણી કરતો હતો, તેના પિતાએ પણ તેને એક માસ બાદ મોબાઈલ આપવાનું પણ જણાવ્યું હતું, તે છતાં પણ પ્રિન્સના મનમાં શું હતું એ કોઈ જાણી શક્યું નહિ અને ગત રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરની અંદર રૂમમાં પંખા સાથે દોરી બાંધી અને આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરીવળ્યો હતો. પ્રિન્સના પિતા મયુરભાઈ પ્રતાપસિંહ ચાવડાએ બગસરા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે પણ આ  કરી અને વધુ તપાસ હાથ ધરી છે.