ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમના જીવન વિષે આપણે સૌ કોઈ પરિચિત છીએ, ધર્મેન્દ્ર હવે ફિલ્મોથી દૂર થઈને પોતાનો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવી રહ્યા છે, અને ફાર્મ હાઉસમાં રહીને પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.
View this post on Instagram
હાલમાં જ ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેને ધર્મેન્દ્રના ચાહકો ખુબ વખાણી રહ્યા છે, આ માટે ધર્મેન્દ્રને ચાહકો શુભકામનાઓ પણ આપી રહ્યા છે. કારણ કે ધર્મેન્દ્રના ફામ હાઉસમાં આવ્યું છે નવું મહેમાન, અને આ વીડિયોમાં ધર્મેન્દ્ર તેમને ત્યાં આવેલા આ નવા મહેમાનને જ બતાવ્યું છે.
View this post on Instagram
ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરતા પોતાના ઘરે આવેલા નવા મહેમાનની જાણકારી પણ આપી હતી, તેમને કહ્યું હતું કે: “અભિનંદન, કાલે રાત્રે મારી સાહીવાલ ગાયે એક પ્રેમાળ અને હૃષ્ટપુષ્ટ વાછડાને જન્મ આપ્યો છે, મને પણ પાસે નથી આવવા દેતી, પરંતુ હું ખુબ જ ખુશ છું મારા સુંદર વ્યક્તિ સાથે. લવ યુ ઓલ તમારા બધાના પ્રેમાળ અભિપ્રાય માટે.”
View this post on Instagram
આ પહેલા પણ ધર્મેન્દ્ર ગાય અને તેમના વાછડાં સાથેના વિડીયો શેર કરે છે, એક વીડિયોમાં તે વાછડાને ખવડાવી રહ્યા છે અને વાછડું પણ તેમને વ્હાલ કરી રહ્યું છે. ધર્મેન્દ્ર ગાયનું દૂધ પણ જાતે જ કાઢે છે. તેમના ફાર્મ હાઉસ ઉપર ઘણી ગાયો છે.
View this post on Instagram
બોલીવુડના હી મેન ધર્મેન્દ્ર તેમના અભિનયના કારણે આજે કરોડો ભારતીયોના દિલમાં વસે છે, આજે તેમની ઉંમર 84 વર્ષની થઇ ગઈ છે છતાં પણ ધર્મેન્દ્ર હજુ કેટલીક બાબતોમાં ખરા અર્થમાં હી મેન છે.

ધર્મેન્દ્ર આજકાલ ફિલ્મોમાં જોવા નથી માલ્ટા પરંતુ સોશિયલ મીડિયામાં તે પોતાના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે, આપણે બધા જ જાણીએ છીએ કે તેઓ હાલમાં પોતાની બીજી પત્ની હેમા માલિની સાથે એક ફાર્મ હાઉસ ઉપર રહે છે. અને ત્યાં જ આરામનું જીવન વિતાવે છે, પરંતુ આ આરામની સાથે સાથે અને વધતી ઉંમર હોવા છતાં પણ કેટલાક એવા કામો કરી રહ્યા છે જેનાથી ઘણાં લોકો આશ્ચર્યમાં પણ પડી જાય છે.

થોડા સમય પહેલા જ ધર્મેન્દ્રએ એક ઢાબની શરૂઆત કરી હતી જેનું નામ હતું “ગરમ ધરમ ઢાબા” આ ઢાબા વિશે તે અવાર નવાર જાણકારી આપતા જ રહેતા હોય છે અને તેને ચાહકોનો પ્રેમ પણ મળી રહ્યો છે એ વાત પણ ધર્મેન્દ્ર જણાવે છે, પરંતુ આ ઢાબાની સફળતા બાદ ધર્મેન્દ્રએ એક નવી જાહેરાત કરી છે.

ધર્મેન્દ્ર હવે એક નવું રેસ્ટોરન્ટ પણ આ ઉંમરે ખોલવા જઈ રહ્યા છે, તેનું નામ તેમને “હી મેન” રાખ્યું છે. જે કરનાલ હાઇવે પાર ખોલવામાં આવશે.

ટ્વિટરના માધ્યમથી જ આ વાત ધર્મેન્દ્ર પોતે જ જણાવી હતી, તેમને જણાવ્યું હતું કે “મારા રેસ્ટોરન્ટ “ગરમ ધરમ ઢાબા”ની સફળતા બાદ હું હવે જાહેર કરું છું કે ખેતરથી સીધું ખાવાના ટેબલ સુધી લઇ આવનાર રેસ્ટોરન્ટ “હી મેન”ની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. હું તમારા પ્રેમ અને સન્માનનો આભારી છું.”
Dear friends,after the success of my restaurant “ Garam Dharam Dhaba”now l’m announcing a first ever Farm to Fork restaurant called “ He Man”, friends, I truly appreciate your love,respect and belonging towards me . Love you all…Your Dharam. pic.twitter.com/RGNA5WoV1Q
— Dharmendra Deol (@aapkadharam) February 12, 2020
ધર્મન્દ્રએ આ રેસ્ટોરન્ટ ખુલવાની તારીખ પણ જાહેર કરી છે, આ રેસ્ટોરન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે તેમના ઘણા ચાહકોએ શુભકામનાઓ પણ પાઠવી હતી.

મુંબઈ પાસે લોનાવાલા સ્થિત ધ્રમેન્દ્રનું ફાર્મ હાઉસ આવેલું છે અને આ ફાર્મ હાઉસમાં તે ઓર્ગેનિક ખેતીને જ વધારે મહત્વ આપે છે, આ ફાર્મ હાઉસ ઉપર જ તેઓ ઘણી બધી ગાયો, ભેંસો અને વિવિધ પ્રાણીઓ પણ પાળતા હોય છે, તે પોતાનો મોટાભાગનો સમય આ ફાર્મ હાઉસ ઉપર જ વિતાવતા હોય છે.

ધર્મન્દ્રનું આ ફાર્મ હાઉસ પર્વતો અને કુદરતી સૌન્દર્યો વચ્ચે ઘેરાયેલું છે, સાથે તેમની પાસે પોતાની 1000 ફૂટ ઊંડી ઝીલ પણ છે. પોતાના ચાહકોને ખુશ કરવા માટે ધર્મેન્દ્ર અવાર નવાર પોતાના ફાર્મ હાઉસના ફોટો પણ શેર કરે છે સાથે તેઓ પોતાની પત્ની હેમામાલિની સાથેના પણ ફોટો શેર કરતા હોય છે.
80ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. આ દિવસોમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં ફિલ્મોથી દૂર સમય પસાર કરી રહયા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે નિયમિત અંતરે તેમના ફાર્મ હાઉસના વીડિયો ચાહકો માટે પોસ્ટ કરતા રહે છે. તેમણે તાજેતરમાં ફરીથી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વખતે ધર્મેન્દ્રના બંગલાની એક ઝલક જોવા મળી હતી. વીડિયોમાં બંગલો બતાવ્યા પછી ધર્મેન્દ્ર પણ દેખાય અને તેઓ મેથીના પરાઠા અને ચાની મજા લેતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રના બંગલાનો વીડિયો જોઈને તમે જાતે જ સમજી જશો કે આની કિંમત કરોડોમાં હશે.

મોટી-મોટી મૂર્તિઓ સાથે ફુવારાનું દૃશ્ય ખૂબ જ શાનદાર લાગ્યું. લોકો ધર્મેન્દ્રના આ વીડિયો પર ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમની લાઈફસ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયો શેર કરતા તેમણે લખ્યું, ‘આ બધું તેણે આપ્યું છે, જે ચુપચાપ એક દિવસ લઇ જશે. આ જીવન ખૂબ જ સુંદર છે, મિત્રો, પ્રેમથી જીવો. લવ યુ. ચીયર અપ.’

તેમના વીડિયો પર, એક ચાહકે લખ્યું: ‘સુપ્રભાત પાજી. જીવન જીવવું તો પાજી અમે તમારાથી શીખ્યા છીએ. એક સારો વ્યક્તિ કેવી રીતે બનાય છે. લવ યુ ધરમ પાજી.’ ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 55 હજારથી વધુ વાર જોવાયો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું સાચું નામ ધરમસિંહ દેઓલ છે. ધર્મેન્દ્રનું બાળપણ સહનેવાલમાં વીત્યું, તેમના પિતા સ્કૂલના હેડ માસ્ટર હતા. ધર્મેન્દ્રએ 1960માં અર્જુન હિંગોરાણીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ધર્મેન્દ્રને 1970ના દાયકાના વચગાળામાં વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાં સ્થાન મળ્યું હતું.

ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ નવાજવામાં આવી ચુક્યા છે. ધર્મેન્દ્રની લોકપ્રિય ફિલ્મોમાં ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ અને ‘યાદોં કી બારાત’ જેવી ફિલ્મોના નામ આવે છે. તેમની છેલ્લી ફિલ્મ ‘યમલા-પાગલા-દીવાના ફિર સે’ હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.