મનોરંજન

બોલીવુડના આ 4 કપલ નવા લફરાંને કારણે છે ચર્ચામાં, 1 નંબરની એક્ટ્રેસનું નામ તો સલમાન ખાન સાથે જોડાઈ ચૂક્યું

આજે બોલીવુડમાં એક્ટર-એક્ટ્રેસ સાથે લવ થઇ જાય છે, તો થોડો સમય થતા તે અલગ પણ પડી જાય છે. ઘણા સેલેબ્સની રિલેશનશિપ લગ્ન સુધી પહોંચે છે.

પરંતુ જે સેલેબ્સ રિલેશનશિપમાં હોય તે લોકોને ફક્ત ને ફક્ત એક જ સવાલ કરવામાં આવે છે કે લગ્ન ક્યારે કરશો ? પરંતુ ઘણી વાર તો એવું પણ બની જતું હોય છે કે લગ્નની વાતો વચ્ચે બંનેનું બ્રેકઅપ પણ થઇ જાય છે.

આજે અમે તમને એવા એક્ટર-એક્ટ્રેસ વિષે જણાવીશું જે નવા-નવા કપલ બન્યા છે.

1. કેટરીના કૈફ-વિક્કી કૌશલ

 

View this post on Instagram

 

A post shared by katrinakaif❤️ (@katrina111999) on

બોલીવુડમાં નવા કપલમાં સૌથી પહેલું નામ આવે તો તે છે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ. ખબરોનું માનીએ તો બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા એકએવોર્ડ ફંક્શનમાં વિક્કી કૌશલ કેટરીના કૈફને ફ્લર્ટ કરતો નજરે આવ્યો હતો. એક ઇવેન્ટમાં વિક્કી કૌશલ- કેટરીના કૈફને સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, એક સમયે ખબરએ પણ મળી રહી હતી કે, સલમાન ખાન પણ કેટરીના કૈફને પસંદ કરે છે.

2. કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રા

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કિયારા -સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા કિયારાની બર્થડેપાર્ટીમાં સિદ્ધાર્થ પહોંચ્યો હતો. પાર્ટી પૂર્ણ થયા બાદ કિયારા અને સિદ્ધાર્થ એક કારમાં બેસીને જતા રહ્યા હતા. આ ડેટિંગ મામલે કિયારા-સિદ્ધાર્થએ કંઈ પણ ખુલાસો કર્યો નથી.

3. તારા સુતારીયા- આદર જૈન

 

View this post on Instagram

 

A post shared by Bollywood Magazine Turkey (@bollywoodmagtr) on

બોલીવુડમાં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’થી ડેબ્યુ કરનારી તારા સુતારીયા પણ આદર જૈનને ડેટ કરી રહી છે. જણાવી દઈએ કે, આદર જૈન કરીના કપૂરનો કઝીન ભાઈ છે. તારા-આદર બન્ને ઘણી વાર ઇવેન્ટમાં સાથે સ્પોટ થતા જોવા મળે છે. તારાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને આદર સાથે સમય વિતાવવાનું પસંદ છે.

4. કૃતિ ખરબંદા- પુલકિત સમ્રાટ 

 

View this post on Instagram

 

A post shared by Pulkit Samrat (@pulkitsamrat) on

કૃતિ ખરબંદા બૉલીવુડ એક્ટર પુલકિત સમ્રાટને ડેટ કરી છે. કૃતિએ ડેટિંગની ખબરને લઈને કહ્યું હતું કે, તે અને પુલક્તિ એકે બીજાને ડેટ કરી રહ્યા છે. કૃતિ-પુલકિત બંનેએ હાલમાં જ આવેલી ફિલ્મ ‘પાગલપંતિ’માં સાથે કામ કર્યું હતું.